વડોદરામાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ માટલા ફોડી પાણી, ગટર, રોડ રસ્તા મુદ્દે રજૂઆત કરી

તુલસીવાડીના રહીશોએ કમિશનરને સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

MailVadodara.com - In-Vadodara-residents-presented-to-the-municipal-commissioners-office-on-the-issue-of-water-sewerage-roads

- અમારે ત્યાં રોડ રસ્તાની ખૂબ જ સમસ્યા છે અને ગટરો તો એટલી ઉભરાય છે કે અમે થાકી ગયા છીએ, ગરીબ માણસ ક્યાંથી પૈસા લાવીને આ ગટરો સાફ કરાવે : સ્થાનિક રહીશ


વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારના રહીશોએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી મુખ્ય પાણીની સમસ્યા સાથે ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ રોડ રસ્તા અને સાફ-સફાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. સમસ્યાઓને લઇ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓનો જલ્દી નિકાલ થાય તે માટે રજૂઆત કરી હતી.

વડોદરા શહેરના તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, સાંજરી એપાર્ટમેન્ટ, આતેકા એપાર્ટમેન્ટ અને તુલસીવાડી ટેકરા જેવા વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની સમસ્યા સાથે જ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા અને સાફ સફાઈ જેવા વિવિધ મુદ્દાઓને લઈ તંત્રને અનેકવાર રજૂઆત થતાં કોઈ પણ પગલાં ન લેવાતા ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.


આ અંગે સ્થાનિક રહીશ સબાનાબેને જણાવ્યું હતું કે, અમે તુલસીવાડી વિસ્તારમાંથી આવ્યા છીએ. અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યા છે. અમારે ત્યાં ના ગટરની સુવિધા છે, ન સાફ સફાઈ થાય છે, કે ના કોઈ કર્મચારી કચરો લેવા માટે આવે છે. અમારે ત્યાં રોડ રસ્તાની પણ ખૂબ જ સમસ્યા છે અને ગટરો તો એટલી ઉભરાય છે કે અમે થાકી ગયા છીએ. ગરીબ માણસ ક્યાંથી પૈસા લાવીને આ ગટરો સાફ કરાવે. અમે દેશી કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ કે, અમારી સમસ્યાનો જલ્દી નિરાકરણ લાવે, અમે અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ કંઈ થતું નથી.


આ અંગે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે, આજે અમે બીજેપી બખડ જંતર પાર્ટી વિરુદ્ધ એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ, શહેરના તુલસીવાડી ખૂબ મોટો વિસ્તાર છે. જેઓને ચાર વર્ષથી પાણી નથી મળતું. ગટર લાઈનો છે, પરંતુ ગટરો રોજ ઉભરાતી જ હોય છે. અનેકવાર આવેદનપત્રો આપ્યા છે છતાં પણ તેનો નિકાલ આવતો નથી. અમે આજે માટલા ફોડ્યા છે અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા ગયા ને એમને રજૂઆત કરી, તો તેઓ કહે છે કે હમણાં બે મહિના પહેલા જ તો કામ કર્યું છે.

વધુમાં કહ્યું કે, જો દર મહિને ફરીથી લાઈનો નાખવાની આવતી હોય તો બરોડાનું તંત્ર આ જ રીતે ખાડામાં છે. માત્ર ચોપડા ઉપર જ બતાવવામાં આવે છે નલ સે જલ. ન માત્ર તુલસીવાડીની સમસ્યા છે, પરંતુ આખા વડોદરા શહેરમાં જ પાણી ગટર અને રોડ રસ્તાની સમસ્યા યથાવત છે. જો આ જ રીતે કામ યથાવત રહેશે તો ભારતીય જનતા પાર્ટીએ આ વીએમસીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.

Share :

Leave a Comments