- જાગૃત નાગરિક પવન ગુપ્તાએ અધિકારીને કામગીરી કરતા રંગે હાથે પકડ્યા, હિન્દુ ધર્મમાં માતાજીનું આટલું મોટું અપમાન થતાં સ્વેજલ વ્યાસે લોકોને જાગૃત થવા કરી અપીલ
વડોદરા શહેરમાં દશામાના વ્રત પૂર્ણ થયા બાદ પધરાવેલી મૂર્તિઓને લઇને વિવાદ છેડાયો છે. પાલિકા દ્વારા બનાવેલા કુત્રિમ તળાવમાં વિસર્જન અને વધુ પડતી મૂર્તિઓના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. ત્યારે આ કૃત્રિમ તળાવમાં હવે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરવાનું હોવાથી જે મૂર્તિઓ પાણીમાં વિસર્જન થઈ શકી નથી. તેવી અને પાણીમાં ઓગળી ન હોય તેવી મૂર્તિઓને બહાર કાઢી અન્ય સ્થળે ખાડો ખોદી દફનાવવાની તૈયારી કરી રહેલા કર્મચારીઓને લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાના પર્વમાં અયોગ્ય વ્યવસ્થાના કારણે અનેક લોકોની અસ્થાને ઠેસ પહોંચી હતી. ત્યારે હજુ પણ આ દશામાની મૂર્તિઓની અવદશા જોવા મળી રહી છે. હરણી ખાતે આવેલા કુત્રિમ તળાવમાં વિસર્જન કરાયેલી દશામાની મૂર્તિઓને સંગમ પાસે આવેલી પાલિકાની કચેરી પાછળના કોમન પ્લોટમાં દફનાવાની વાત સામે આવતા જ સામાજિક આગેવાન અને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો અને મૂર્તિઓ લઈને જઈ રહેલા કર્મચારીઓને પકડી પાડયા હતા. તેઓનાં કહેવું છે કે તેઓ ગોરવા ખાતે લઈ જઈ રહ્યાં હતાં.
ત્યારે સ્થાનિકોએ આક્ષેપો કર્યો કે, અહીંયા શા માટે ઉભા છો, શા માટે અહીંયા ખાડો ખોડ્યો છે તેવા એનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે. ત્યારે દશામાની મૂર્તિઓ હવે ગણેશજીના અવસરમાં કુત્રિમ તળાવ ખાલી કરવાં માટે આ મૂર્તિઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય છે.
આ અંગે જાગૃત નાગરિક પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ચાર સંગમ પાસે આવેલું છે. ત્યાં તેની પાછળ ડેપ્યુટી કમિશનર સહિત ઘણા અધિકારીઓ બેસે છે. તેમ છતાં પણ તેની પાછળના ભાગે કચરો ઠલવાતો હોય ત્યાં અડધી રાતે માતાજીની મૂર્તિઓ નાખવાનું કામ આ લોકો કરતા હતા. આ સરકાર ચોર સરકાર થઈ ગઈ છે. હર્ષ સંઘવી પબ્લિક મારે નહિ તે માટે અંધારામાં આવે છે, વડોદરા શહેર કમિશનર લોકો ગાળો ના આપે એટલે રાત્રે અંધારામાં નીકળે છે. દશામાની મૂર્તિઓની અવ્યવસ્થા થઈ અને તેમની મૂર્તિઓને રજળતી મૂકવામાં આવી હતી. આ જગ્યાએ હું અચાનક ત્યાં પહોંચ્યો અને જે પરિસ્થિતિ દશામાની થઈ તે પરિસ્થિતિ ગણેશ ચતુર્થીમાં ન થાય.
આ કોર્પોરેશન અને અધિકારીઓ હિંદુ હિંદુ કરીને 30 વર્ષથી સત્તા ચલાવી રહ્યા છે, તે કેટલા સાચા હિંદુ છે અને જે હિંદુ લખીને સંગઠનો ચલાવે છે તે એ ચોર સંગઠનને પણ કહેવા માગું છું કે ફક્ત ભાજપની રેલીઓમાં જવા માટે હિંદુ સંગઠન ન લખાવો હિંદુ સંગઠનો સત્ય આવા તહેવારોને સાચવવાનું અને બતાવવાનું કામ હોય છે ના કે ભાજપની પાછળ રેલીઓમાં ફરવાનું. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને આ પરિસ્થિતિ થઈ તો દરેક વોર્ડની અંદર ગણેશ મંડળના છોકરાઓ ટપલી દાવ કરશે તો તેમાં નવાઈ નથી.