- સિગ્નલ પર ઊભા રહેતા ચાલકોને મુશ્કેલી ન સર્જાય તે માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો
ગુજરાતમાં હીટ વેવની ઈફેક્ટને ધ્યાનમાં રાખી લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આકરી ગરમી વચ્ચે વાહન ચાલકોને રાહત વડોદરા શહેરમાં પણ છેલ્લા 5 દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આટલી ગરમીમાં કામ સિવાય બહાર ન નીકળવા તંત્ર દ્વારા અવાર નવાર અપીલ કરવામાં આવે છે, પરંતુ ઘરની બહાર જરૂરી કામકાજ માટે નીકળતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને વાહન ચાલકોને પણ સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે ગ્રીન નેટ બાંધી આંશિક રાહત આપી છે. અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલા નજીક આવેલા ચાર રસ્તા પર ટ્રાફીક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યો છે. જેને લઇને ટ્રાફીક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને સીધા સુર્યપ્રકાશથી રાહત મળશે.
રાજ્યના કેટલાક શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં શહેરના રોડ રસ્તા અને બજારો બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ચાર રસ્તા પર આવેલ ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાત પણે વાહન પાવકોએ ઉભા રહેવાની ફરજ પડે છે. ત્યારે મોટર સાયકલા ઉપર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવતો હોય છે. જેને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા માનવીય અભિગમો અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવ્યા છે. જેથી કરીને વાહન ચાલકોને રાહત માળી રહે.
વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નભ ઉપર એક મિનિટ કરતાં વધારે રામય સુધી ઉભા રહેવું પડે છે. ગરમીની અંદર વાહનચાલકો ગરમીના કારણે પહેલેથી જ ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે, વળી જ્યારે ટ્રાફિક સિગ્નલબ બંધ હોય ત્યારે આકરા તડકામાં ઉભા રહેવું ખૂબ મુશકેલ બને છે. આવી સ્થિતિમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે, ત્યાં તેમને ગરમીથી રાહત મળી રહે છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 44 જેટલા સ્પોર્ટ પર ટ્રાફિક સિગ્નલો લગાવેલા છે. અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા પહેલેથી જ બપોરે 1.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલી બંધ રાખવામાં આવે છે. પરંતુ હાલમાં વધુ પડતી ગરમીના કારણે વિવિધ ટ્રાફિક સિગ્નલો પર હાલમાં ગ્રીન નેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા ચાલકોને કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તો 46 ડિગ્રી પાર પહોંચ્યો છે. જેને પગલે હાબ રાજ્યમાં આગના ગોળા વરસે એવી ગરમી પડી રહી છે. ત્યારે ત્રણ મહાનગરોમાં પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે. આવા ધોમધખતા તાપમાં વાહન ચાલકોને સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે ગ્રીન નેટ બાંધી આંશિક રાહત આપી છે. અમદાવાદ અને સુરત શહેરમાં પણ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે. જેનાથી લોકોને બળબળતા તાપમાંથી થોડીક રાહત મળી છે.