વડોદરામાં રાત્રે અઢી વાગ્યે પરિણીતાના ઘરમાં ઘૂસી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી

નવાપુરામાં રહેતો મહંમદ સેન શેખ એક વર્ષથી મહિલાની છેડતી કરતો હતો

MailVadodara.com - In-Vadodara-at-2-30-am-a-heterosexual-youth-entered-the-house-of-his-wife-and-committed-rape-the-police-arrested-him

- `કોઇને કહીશ તો તારા છોકરાને પતાવી દઇશ' ધમકી આપી હતી


શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પર પાડોશમાં રહેતા વિધર્મી યુવકે રાત્રે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને આ વાત કોઇને કહીશ તો તારા છોકરાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વધુમાં વિધર્મી યુવકે દ્વારા પરિણીતાને દરગાહ પર લઇ જઇ તાવીજ પહેરાવી તથા પાણી પીવડાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જે અંગે પરિણીતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીત મહિલાનો છેલ્લાં એક વર્ષથી નવાપુરા અન્સારી મહોલ્લામાં રહેતો મહંમદ સેન શેખ (ઉ.વ.26) સતત પીછો કરી છેડતી કરતો હતો. આ દરમિયાન પરિણીતાના પતિ બહારગામ ગયા હતા અને પરિણીતા ઘરે એકલી હતી તે દરમિયાન ગત 23 એપ્રિલના રોજ રાત્રે અઢી વાગ્યે મહંમદ હુસેન મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.


દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે, તું કોઇને આ બાબતે જાણ કરીશ તો હું શું કરી શકું છું, તને ખબર છે અને તને અને તારા છોકરાને પતાવી દઇશ તેવી ધમકી આપતા ગભરાઇ ગયેલી પરિણીતાએ આ અંગે કોઇને જાણ કરી નહોતી. ત્યારબાદ ગત 14 મેના રોજ વિધર્મી યુવક ફરિયાદી મહિલાને બાઇક પર દરગાહ પર લઇ જઇને વિશ્વાસમાં લઇને ગળાનું તાવીજ પહેરાવી પાણી પણ પીવડાવ્યું હતું તેમજ ચાંદીની ઝાંઝરી અને પગના છળા ઉતારી લીધા હતા. તેમજ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યુ હતું. બનાવ અંગે પરિણીતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી મહંમદ હુસેન શેખને ઝડપી લીધો હતો. 

આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ. આહિરે જણાવ્યું હતું કે, મહિલા પર દુષ્કર્મની ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવશે. પીડિત મહિલા પરિણીત છે અને આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ તેના 3 વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિણીતાએ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું નથી.

Share :

Leave a Comments