વડોદરામાં ટ્રાફિક શાખાનો અનાર્મ લોક રક્ષક રૂપિયા રૂા.400ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી પાડતાં પોલીસ તંત્રમાં ચકચાર

MailVadodara.com - In-Vadodara-an-unarmed-police-guard-of-the-traffic-branch-was-caught-in-ACB-trap-while-accepting-a-bribe-of-Rs-400

- વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ 400ની લાંચ માગી કરી હતી

શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ લોક રક્ષકને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 400ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એસીબીએ ડીકોઇ છટકું ગોઠવી લાંચિયા કોન્સ્ટેબલને ઝડપી પાડતાં શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.


એસીબીમાથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે, જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ વિવિધ બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂપિયા 500થી 700 સુધીની લાંચની માંગણી કરે છે.

એસીબીએ ચોકકસ બાતમીના આધારે આજે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કર્યું હતું. ડીકોય લાંચના છટકા દરમિયાન આરોપી ડિકોયરનું વાહન નો પાર્કિંગમાં મુકેલ હોવાથી પૂર્વ ઝોનના મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે લાવ્યાં હતા, જ્યાં વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ રૂપિયા 400ની લાંચની માગણી કરી હતી અને વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આરોપી અનાર્મ લોક રક્ષક,વર્ગ-3 અશોક કનુજી મકવાણાએ 400 રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો .

શહેર પોલીસ તંત્રમા ચકચાર જગાવનાર આ બનાવમાં મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એન. પ્રજાપતિએ સ્ટાફની મદદ લઇ ગોઠવ્યું હતું.

Share :

Leave a Comments