વડોદરામાં માતાએ પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી, ન મરતા ગળે ટૂપો આપી હત્યા કરી, બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો

બંને દીકરીઓની ફી અને ઘરનું ભાડુ ન ભરી શકવાના કારણે તેમજ આર્થિક સંકડામણે પરિવાર વિખેરાયો!

MailVadodara.com - In-Vadodara-a-mother-poisoned-her-two-daughters-strangled-them-to-death-then-attempted-suicide

- મોટી દીકરી હની ટી.વાય, બીકોમમાં અને નાની દીકરી શાલિની ધોરણ-9માં અભ્યાસ કરતી હતી

- પોલીસને ચાર પેજની સુસાઇડ નોટ, ઝેરની બોટલો પણ મળી આવી હોવાનું જણવા મળ્યું


શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લેવામાં આવેલી મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે. મોટી દીકરીને એર હોસ્ટેસ બનવું હતું.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ત્રણ મજલી મકાનના બીજા માળે બે-ત્રણ મહિના અગાઉ દક્ષાબેન ચૌહાણ તેમની બે દીકરી હની અને સુહાની સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા. દક્ષાબેનના લગ્ન વિરમગામના અશોકભાઇ ચૌહાણ સાથે થયા હતા. જાેકે તેમને દીકરીઓનો જન્મ થતાં તેમના પતિએ તેમને છુટાછેડા આપી દીધા હતા. તેમની બે દીકરીઓ પૈકી મોટી દીકરી હની ટી.વાય, બીકોમમાં અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી શાલિની ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. દક્ષાબેન છુટક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. 


બંને દીકરીઓની ફી અને ઘરનું ભાડુ ન ભરી શકવાના કારણે તેમજ આર્થિક સંકડામણથી ત્રાસી જઇ આજે સવારે દક્ષાબેને પોતાની બંને દીકરીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, તે બાદ માતાએ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


જાેકે બનાવ સંદર્ભે ઉપરના માળે રહેતા પાડોશીને જાણ થતાં તેઓએ તુરંત જ દોડી આવ્યા હતા અને દક્ષાબેનને બચાવી લીધા હતા. આ દરમિયાન ઘરમાં બે લાશો જોતાં યુવતીએ સોસાયટીના અન્ય લોકોને જાણ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં દક્ષાબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, આ સાથે DCP પન્નાબેન મોમાયા સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે. આ ઘટનામાં પોલીસને ચાર પેજની સુસાઇડ નોટ, ઝેરની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. 


આજે બનેલી ઘટનાની જાણ દક્ષાબેનની ફોઇની દીકરી નિલમ મકવાણાને થતાં તેઓ અમદાવાદથી વડોદરા દોડી આવ્યા  હતા. તેમણે જણાવ્યું હતું કે, દક્ષાબેને મને રાતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શું કરે છે, આથી મેં કહ્યું કે, ટાઇમ જો કેટલા વાગ્યા છે શું કરતી હોઇશ. આથી દક્ષાબેને કહ્યું હતું કે, મોબાઈલમાં ટાઇમ સેટ નથી એટલે ખબર નથી કેટલા વાગ્યા. નિલમે કહ્યું કે, રાતના ત્રણ વાગ્યા છે. આથી દક્ષાબેને કહ્યું કે, ઠીક છે તો સૂઇ જા કહી ફોન કટ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  દક્ષાબેનના 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. તેમનું વિરમગામમાં સાસરૂ હતું. થોડા સમય પહેલાં સુધી તેઓ મારા મામા એટલે કે દક્ષાબેનના પિતા ભેગી જ રહેતી હતી. આથી તેમને ચિંતા થતી હતી કે મારું કોણ? થોડા સમયથી જ જુદા પડીને તેઓ ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી.


DCP ઝોન-4ના પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, 20 દિવસ પહેલાં ભાડેથી રહેતાં દક્ષાબેને પોતાની બે દીકરી હની અને શાલિનીને ઝેર આપ્યા બાદ ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. FSLની મદદ લેવામાં આવી છે, સ્થળ પરથી ઝેરી દવાની બોટલ મળી આવી છે.


Share :

Leave a Comments