વડોદરા સેન્ટ્રલ જેલમાં પોક્સોના કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ જપ્ત કરી ફરાર

સેન્ટ્રલ જેલના જ્યુડિશિયલ જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Vadodara-Central-Jail-a-prisoner-serving-sentence-in-a-pox-case-escaped-after-forfeiting-his-parole

- પાકા કામનો કેદી શૈલેષ ઠાકોર 25 એપ્રિલે પેરોલ પર મુક્ત થયો હતો અને 11 મે ના રોજ હાજર થવાનું હતું

 વડોદરા સેન્ટ્રલ જેલમાં પોક્સોના કેસમાં 10 વર્ષની સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે

વડોદરા સેન્ટ્રલ જેલના જ્યુડિશિયલ જેલર આર.એસ. મન્સૂરીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લાના નાવલી ગામમાં રહેતા શૈલેષ છગનભાઈ ઠાકોરને પોકસોના ગુનામાં આણંદ સેશન્સ કોર્ટે 25 ફેબ્રુઆરી, 2020ના રોજ 10 વર્ષની કેદ અને 35,000નો દંડ ફટકાવ્યો હતો અને દંડ ન ભરે તો વધુ એક વર્ષ અને 3 મહિનાની જેલની સજા કરી હતી. આ દરમિયાન પાકા કામનો કેદી શૈલેષ ઠાકોર 25 એપ્રિલ 2023ના રોજ પેરોલ પર મુક્ત થયો હતો અને આ કેદીને રજા પૂર્ણ થયા બાદ 11 મે 2023ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો જેથી આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments