વડોદરામાં નંબર પ્લેટ વગરની 3 સ્કોર્પિયોમાં આવેલા 8થી 10 શખ્સોએ બે યુવકોને કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો, પોલીસે 12ને પકડ્યાં

ગાંધીનગરથી આવેલા શખસો અને વડોદરાના યુવકો વચ્ચે કાર લે-વેંચ બાબતે લાકડીઓથી મારામારી

MailVadodara.com - In-Vadodara-8-to-10-men-in-3-Scorpios-without-number-plates-tried-to-abduct-two-youths-in-the-car-police-nabbed-12

- સ્કૂટર ચાલક યુવક સ્કોર્પિયો લઈને આવેલા લોકોની ગાડી લઈ આવ્યો હતો, જેને લઈને મારમારી થઈ જાણવા મળ્યું

- લક્ષ્મીપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી


શહેરના લક્ષ્મીપુરામાં સ્કોર્પિયો અને સ્કૂટર ચાલકની વચ્ચે અંદરોઅંદર લાકડીથી મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના નાના ચિલોડા અને દહેગામથી આવેલા શખસો કાર લે-વેંચ બાબતે મારામારી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેવું પણ સામે આવ્યું હતું કે, સ્કૂટર ચાલક સ્કોર્પિયો લઈને આવેલા લોકોને ગાડી લઈ આવ્યો હતો. જેને લઈને મારમારી થઈ હતી. જોકે, આ મામલે લક્ષ્મીપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભમરસિંહને કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી કે, બે શખસો જણાવે છે કે, ત્રણ સ્કોર્પીઓવાળા માર મારે છે તેમજ અન્ય એક મોબાઈલ પરથી રાજેશભાઈ જણાવે છે કે, લક્ષ્મીપુરા માઘવનગર ખોડિયાર માતાના મંદિર પાસે બે-ત્રણ સ્કોર્પીઓ નંબર પ્લેટ વગરની છે. તેને બે છોકરાઓને માર મારે છે અને ઉઠાવી ગયા છે, જેના આધારે અમે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં કેટલાક માણસોનું ટોળુ અંદરો અંદર લાકડીઓ વડે જાહેર સ્થળ પર મારામારી કરી અને ગાળો બોલતા હતા. જેથી અમારી ટીમે ટોળાને વિખેરીને મામલો થાળે પાડયો હતો. 10 લાકડીઓ PCR વાનમાં મુકાવી હતી અને આરસપાસ જોતા ત્રણ કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર, એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર અને કાળા કલરની એકટીવા પડી હતી, જે તમામ વાહનો બાબતે પૂછતાં આ વાહનો ટોળાના લોકોના હતા, જે વાહનોની ચાવીઓ માંગતા તે તેઓએ આપી હતી અને આ વાહનો ચાલુ કરીને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા અને પકડેલા શખસોને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જોકે એ લોકોમાંથી કોઈ ફરિયાદ આપવામાં માગતા નહોતા. જેથી આ બાબતે આરોપી સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નબીનચંદ્રગીરીને પૂછતા તેઓએ કહ્યું હતું કે, સાકિબ મુસાભાઈ પટેલ (રહે, આયશા પાર્ક-2, તાંદલજા, વડોદરા)ની ફોર્ચ્યુનર કાર લે-વેચ બાબને અમારે અંદરો અંદર ઝઘડો થયો હતો.


વડોદરા ઝોન-1 DCP જુલી કોઠીયાએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી મળતા લક્ષ્મીપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમાં ખબર પડી હતી કે, સ્કોર્પિયો કાર વાળા માણસો સ્કૂટર ચાલકનો પીછો કરે છે એને સ્કૂટર ચાલક સ્લીપ ખાઈને નીચે પડી ગયો હતો. જોકે તેને કોઈ વાગ્યું નહોતું. રસ્તામાં ગાય વચ્ચે આવી જતા તેનું સ્કૂટર સ્લીપ ખાઈ ગયું હતું. જેથી પોલીસ સ્કોર્પિયોવાળા માણસો અને સ્કૂટર ચાલકને પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાં તપાસ કરતા ખબર પડી હતી કે, સ્કૂટર ચાલક સ્કોર્પિયો લઈને આવેલા શખસોની ગાડી લઈ આવ્યો હતો. જેને થઈને મારામારી થઈ હતી. આ મામલે તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી ચાલુ છે. એ ગાડી શા માટે લઈને આવ્યો અને ગાડી ક્યારે લઈને આવ્યો છે એ તપાસનો વિષય છે.


વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક લોકો સ્કોર્પિયોમાં બેઠેલા લોકો સાથે લાકડીથી મારામારી કરે છે, આ સમયે એક વ્યક્તિ બોલે છે કે કોણ છે? એક મિનિટ છે શું? અને બીજી એક વ્યક્તિનો અવાજ આવે છે કે, બેસી જા ગાડીમાં, ત્યારે સ્કોર્પિયો કાર ચલાવતો વ્યક્તિ બોલે છે કે, આ બધા ચોર છે. અમારા પૈસા લઈને ભાગ્યા છે. ત્યારે સામેવાળી વ્યક્તિ બોલે છે કે ભાઈ શું છે કિડનેપિંગ છે? આ સમયે કેટલાક શખસો કારમાં બેસી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અને બાજુમાં રસ્તામાં પડેલું એક સ્કૂટર જોવા મળે છે, ત્યારબાદ લક્ષ્મીપુરા પોલીસને કંટ્રોલમાંથી વર્ધી મળતાં પોલીસની ટીમ સ્થળ પર દોડી જાય છે અને સ્કોર્પિયોમાં બેઠેલા લોકો અને સ્કુટર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જાય છે.

આરોપીઓના નામ

દિપક કરમશીભાઈ રબારી (રહે.કરાઈ ગામ તા: જી.ગાંધીનગર), વિહા કરશનભાઈ રબારી, (રહે. રબારી વાસ, નાના ચિલોડા ગામ, તા. જી.ગાંધીનગર), ઉમંગ ઈશ્વરભાઈ રબારી (રહે. કરોલી ગામ, તા. દહેગામ, જી.ગાંધીનગર), વિષ્ણુ જયરામભાઈ રબારી, (રહે. રબારીવાસ, નાના ચિલોડા ગામ, તા. જી.ગાંધીનગર), આનંદ અજમલભાઈ રબારી, (રહે. રબારીવાસ, નાના ચિલોડા ગામ, તા. જી.ગાંધીનગર), રણવિરસિંહ દિલીપસિંહ રાઠોડ (રહે. ન્યૂ શાહીબાગ, નાના ચિલોડા ગામ, તા. જી.ગાંધીનગર), વિશ્વાસ ધરમશીભાઈ રબાર…ી (ઉ.વ.૨૧, રહે. કરોલી ગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર), ભાવીક બળદેવભાઇ દેસાઇ (રહે. ન્યૂ શાહિબાગ, નાના ચિલોડા ગામ, તા.જી. ગાંધીનગર), અમિત ઇશ્વરભાઇ દેસાઇ (રહે. રબારીવાસ, નાના ચિલોડા ગામ, તા.જી. ગાંધીનગર), વિશાલ અમૃતભાઇ દેસાઇ (રહે. રબારીવાસ, નાના ચિલોડા ગામ, તા.જી. ગાંધીનગર), યુવરાજસિંહ મનુભા ગોહિલ, (રહે. સી-૪૩, ગંગાનગર, મધુનગર પાસે, ગોરવા-વડોદરા), સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નબીનચંદ્રગીરી (રહે. માધવબાગ સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, વડોદરા).

Share :

Leave a Comments