વડોદરામાં મહિલા પ્રોફેસરના ગળામાં હાથ નાખી 10 ગ્રામ સોનાની ચેઇન તોડી 3 શખ્સો બાઇક પર ફરાર

મૂળ આંધ્રપ્રદેશના અને પારુલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Vadodara-3-persons-put-their-hands-around-the-neck-of-a-female-professor-broke-a-10-gram-gold-chain-and-escaped-on-a-bike

- 45 હજારની કિંમતની 10 ગ્રામની સોનાની ચેઇન તોડી 3 ઇસમો બાઇક પર બેસીને આજવા ચોકડી પાસે ભાગી ગયા, બાપોદ પોલીસે 3 શખ્સોની શોધખોળ હાથ ધરી

વડોદરાની પારુલ યુનિવર્સિટીની મહિલા પ્રોફેસરની 10 ગ્રામ સોનાની ચેઇન ઝૂંટવીને 3 શખ્સો બાઇક પર ભાગી છુટ્યા હતા. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મૂળ આંધ્રપ્રદેશના અને વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા પારુલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 માર્ચના હું મારી મિત્ર શ્રાવની નારાયણા અને સુપ્રિયા ક્રિષ્ટીપાટી સાથે સાંજે 7.30 વાગ્યાની આસપાસ ઘરેથી નેશનલ હાઇવે ક્રોસ કરી નીકળી હતી. જગદીશ ફરસાણમાં નાસ્તો કરી ચાલતા નેશનલ હાઇવે ક્રોસ કરી પરત જતા હતા.

આ દરમિયાન વી.આર વન કોમ્પ્લેક્સની બાજુમા રસ્તા પર ચાલતા વાતો કરતા જતા હતા. ત્યારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ એક ઇસમ અમારી પાછળ દોડી આવ્યો હતો મને પાછળથી ખભા પર હાથ અડાડી બોલાવવાનો ઇશારો કર્યો હતો. જેથી હું તેની સામે જોવા જતા પહેલા તેણે મારા ગળામાં હાથ નાખીને મેં પહેરેલી 45 હજારની કિંમતની 10 ગ્રામની સોનાની ચેઇન તોડીને ઝૂંટવી લીધી હતી. બાઇક પર બેસીને 3 ઇસમો આજવા ચોકડી પાસે ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે 3 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments