- ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ફરીયાદીનો મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરામાં રાત્રીના સમયે હાઇવે રોડ પર પેસેન્જર તરીકે ઓટોરિક્ષામાં બેસાડી સુમશાન જગ્યા પર લઈ જઇ લૂંટ ચલાવનાર આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ફરીયાદીનો મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે લૂંટ ચલાવનાર ત્રણ શખસને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં કપુરાઇ પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. જેમાં રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે આજવા ચોકડી ખાતેથી અજાણ્યા ઓટોરિક્ષા ચાલક સાથે 3 શખસે તેઓની ફરીયાદીને પેસેન્જર તરીકે ઓટોરિક્ષામાં બેસાડી શંકરપુરા ગામ જતા રસ્તા આગળ કેનાલ પાસે રિક્ષાને યુ-ટર્ન લઈ રાત્રીના આશરે પોણા દસેક વાગ્યે ઉભી રાખી ઓટોરિક્ષામાં બેસેલા 3 અજાણ્યા શખસોને ફરીયાદીને ઉતારી પકડી ખિસ્સામાંથી મોબાઈલ ફોન, પાકિટ સાહિત્ય રોકડ રકમ અને બે ATM કાર્ડ, આધાર, ચૂંટણી, પાનકાર્ડ મળી કુલ રૂપિયા 19,700ની લુંટ ચલાવી હતી.
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે આજવા રોડ એકતાનગર નાકેથી ઓટોરિક્ષામાં શંકાસ્પદ 3 શખસ જેમાં સુફીયાન હુસેન ઉર્ફે શેફુ અખ્તર હુસેન શેખ, જાવીદખાન ઉર્ફે માંચો યુસુફખાન પઠાણ (બન્ને રહે.આજવા રોડ એકતાનગર વડોદરા), શાહરુખ ઉર્ફે ઘેટા અજીમ શેખ (રહે. વાડી ખાટકીવાડા વડોદરા)ને ઝડપી આ ત્રણેય શખસ પાસેથી મળતી ઓટોરિક્ષા, મો.ફોનના પેપર્સ ન હોવાથી વધુ પૂછપરછમાં હાઇવે રોડ પર લુંટનો ગુનો કર્યો હોવાની હકીકત જણાવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણે શખસને મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.