વડોદરામાં હાઇડ્રો કાર્બન ઓઇલ આપવાના બહાને 23.77 લાખની ઠગાઈ કરનાર 3 આરોપી ઝડપાયા

ઠગોએ વોટ્સઅપ કોલ કરી ગ્લોબલ એન્ટરપ્રાઇઝની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી

MailVadodara.com - In-Vadodara-3-accused-who-defrauded-23-77-lakhs-on-the-pretext-of-providing-hydro-carbon-oil-were-arrested

આજના ટેક્નોલોજી યુગમાં દરેક વસ્તુ આંગળીના ટેડવે પ્રાપ્ત થઇ જતી હોય છે પરંતુ આ ટેક્નોલોજીનો જેટલો સદ્ઉપયોગ થાય છે એટલો જ દૂરઉપયોગ પણ થઇ રહ્યો છે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભેજાબાજ સાયબર માફિયા અવનવી તકનીકો અપનાવી લોકો સાથે ઠગાઈ કરતા હોય છે એવો જ વધુ એક કિસ્સો વડોદરા સામે આવ્યો હતો. 

હાઇડ્રો કાર્બન ઓઇલ ખરીદી કરવાના બહાને વેબસાઇટ પરથી નંબર મેળવી વ્હોટએપના માધ્યમથી સંપર્ક કરીને રૂપિયા 23.77 લાખ ઉપરાંતની ઠગાઈ આચરનાર ભાવનગર અને રાજકોટની ઠગ ટોળકીના ત્રણ સભ્યોની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી છે.


વડોદરાના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મોહમદ ઝકરીયા બરકત અલી ખત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વોટ્સઅપનાં માધ્યમથી ગ્લોબલ એન્ટરપ્રાઇઝમાંથી વિકાસ તરીકેની ખોટી ઓળખ આપી મારી સાથે સંપર્ક કરી હાઇડ્રો કાર્બન ઓઇલ આપવાના બહાને ટેન્કર ભરાવીને બિલ મોકલીને વિશ્વાસમાં લઇ બેન્કમાં કુલ રૂ.23,77,743 ભરાવી માલ નહી આપી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હોવાની ફરિયાદી મોહમદ ઝકરીયા બરકત અલી ખત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસે બેંક એકાઉન્ટની ડીટેઇલ અને ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી ઠગ ટોળકીના તમામ આરોપીઓને પકડી પાડવા માટે ટીમે રવાના કરી હતી. પોલીસે છેતરપિંડી કરનારા હિરેન પ્રવીણભાઈ હિરપરા (વિષ્ણુ નગર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, રાજકોટ), અકીલ રજાકભાઈ શેખ (હલીમાપાર્ક, અલકા ટોકીઝ પાસે, ભાવનગર) અને તૌકીર રજાકભાઈ ભૈયા (અંકુર સોસાયટી, દેવપરા, રાજકોટ)ને ઝડપી પાડી રિમાન્ડ લેવા તજવીજ કરી છે. તમામ આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

Share :

Leave a Comments