- ઘટના બાદ આરોપીએ સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
- સગીરે ઘટના અંગે પરિવારજનોને જાણ કરતા સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં રહેતો માનસિક વિકૃત યુવાન સગીરનું બાઈક ઉપર અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદ એકાંત જગ્યામાં સગીરનું મોઢું દબાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બનાવવાની ફરિયાદ સાવલી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .
મળેલી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં ચૌહાણ વગામા રહેતો આફતાબ ઉર્ફે બોડો સઇદ ચૌહાણ મોડી રાત્રે સગીરને પોતાની બાઈક ઉપર ચોરપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોઢું દબાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યા બાદ આરોપીએ આ બાબતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ઘરે આવેલા સગીરે આફતાબે આચરેલા કૃત્ય અંગેની જાણ પરિવારજનોને કરતા પરિવારે સાવલી પોલીસ મથકમાં આફતાબ ઉર્ફ બોડો ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ ડી. જે. લીંબોલાએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સાવલી પંથકમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી છે. આરોપીની ધરપકડ બાદ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.