માંજલપુરમાં સિક્યુરિટી ગાર્ડને માર મારી સોનાની ચેન લઇ પાડોશી ફરાર

સૂર્ય દર્શન ટાઉનશિપમાં રહેતા નારાયણભાઇ પાણીકરે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Manjalpur-a-neighbor-ran-away-with-a-gold-chain-after-beating-up-a-security-guard

વડોદરાના માંજલપુરમાં સૂર્ય દર્શન ટાઉનશિપમાં રહેતા 64 વર્ષના પ્રસન્ના નારાયણભાઈ પાણીકર સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે મારા ઘરે હતો સોલર સાફ કરવા માટેની પાઇપની કામગીરી માટે પ્લમ્બરને બોલાવ્યો હતો. હું પ્લમ્બરને રેતી આપતો હતો તે દરમિયાન બપોરે દોઢ વાગ્યાની આસપાસ મારા ઘરની સામે રહેતો રમેશ ઠાકોર મારી તરફ દોડી આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી રમેશ ઠાકુરે મને માર માર્યો હતો. ઝપાઝપીમાં મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટીને નીચે પડી જતા. આરોપી ચેન લઈને જતો રહ્યો હતો.

Share :

Leave a Comments