માંજલપુરમાં ગુણવતા સભર રોડ પર સાડા નવ કરોડના ખર્ચે ગૌરવ પથ બનશે..!

પ્રજાના પરસેવાની કમાણી આવી રીતે ફૂંકાય છે..?

MailVadodara.com - In-Manjalpur-Gaurav-Path-will-be-built-on-Gunawata-Sabhar-Road-at-a-cost-of-nine-and-a-half-crores

- સાડા નવ કરોડમાં પ્રજાના પ્રાથમિક કામો ના થાય.?

- પાલિકામાં હોદેદારો બદલાય એટલે ખુશ કરવાની લ્હાયમાં આડેધડ નિર્ણયો લેવામાં આવે છે..?


વહીવટી તંત્રના ઈશારે નાચતા પાલિકાના શાસકો પ્રજાના પરસેવાની કમાણી વેડફી નાખવામાં અવ્વલ નંબરે છે. માંજલપુરમાં સારા રોડ અને ફૂટપાથ બદલી રૂપિયા સાડા નવ કરોડનો ગૌરવ પથ બનાવશે.

         ભ્રષ્ટાચાર થી ખદબદતા પાલિકાના વહીવટી તંત્રએ આડેધડ નિર્ણયો લેવામાં તથા આડેધડ નાણાં ફૂંકી મારવામાં ગજબનો વિકાસ કર્યો છે. પાલિકાના વહીવટમાં  જેવા શાસકો બદલાય એવા કરોડોના નવા નવા કામો લાવી એમણે જાણે ખુશ કરવાની હોડ લાગે છે. ખુશ કરવાની લ્હાય માં પ્રાથમિકતા કોરાણે મુકાઈ જાય છે.  પ્રજાના પરસેવાની કમાણી અણ આવડત અને ભ્રષ્ટાચારને ભેટ ચઢી જાય છે. તાજેતરમાં પાલિકાના રોડ અને પ્રોજેકટ શાખા તરફથી આવેલી એક દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની છે. આ દરખાસ્ત મુજબ માંજલપુર ના રિલાયન્સ સર્કલ એટલે કે શ્રેયસ સ્કૂલ થી જયુપીટર ચાર રસ્તા સુધીના રોડ ને ગૌરવ પથ બનાવવામાં આવશે. આ ગૌરવ પથનો ખર્ચ રૂ.૯.૫૫ કરોડ આકવામાં આવ્યો છે. આ કામ માટે મેસર્સ શાંતિલાલ પટેલને આપવામાં આવશે. અહીં મહત્વનું એ છે કે આ કામ સરકારે નિયત કરેલા ભાવ કરતા ૨૯% વધુ ચૂકવીને કરાવવા માં આવશે.


આ વિવાદ નું મુખ્ય કારણ એ છે કે આ રોડ હાલમાં ગુણવત્તા સભર છે. આ રોડ પર ક્યાંય ખાડા નથી કે પેવર બ્લોકથી બનેલા મસમોટા ફૂટપાથ તૂટ્યા નથી. તો પછી નવા રોડ નવા ફૂટપાથ બનાવવાની જરૂર કેમ પડી ? ગૌરવ પથમા  નવું કાંઈ હોતું નથી. ઈ-ટોયલેટ અને બાંકડા જેવી સજાવટ માટે નવા રોડ અને જુના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવાની જરૂર શી છે ? આ જ સાડા નવ કરોડ પ્રજાના અન્ય કામમાં વાપરી ના શકાય ?  પાલિકાની નાંણાકીય પરિસ્થિતિ જોઈએ એવી નથી એવામાં આવા બિનજરૂરી ખર્ચા ટાળી ના શકાય ?  પાલિકાના અધિકારીઓને અને શાસકોને પ્રજાના પ્રાથમિક કામો ની પ્રાધન્યતાની સૂઝ બુઝ નથી  ? શું શાસકોમાં દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે  ? આવા  અનેક સવાલો પાલિકાના વહીવટ અને શાશન સામે સવાલો ઉભા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ રીતે પશ્ચિમ વિસ્તારમાં પણ ગૌરવ પથ બનાવવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આજે સાંજે મળનારી સ્થાયી સમિતિ માં અગાઉ મુલત્વી રહેલી આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.


Share :

Leave a Comments