કારેલીબાગમાં યુવાનના ગળામાંથી સવા તોલાની સોનાની ચેઇન તોડીને ભાગી છૂટેલા બે ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે સોનાની ચેઇન, મોબાઈલ અને સ્કૂટર પણ જપ્ત કર્યું

MailVadodara.com - In-Karelibagh-the-two-who-escaped-by-breaking-the-15-tola-gold-chain-from-the-neck-of-the-youth-were-caught

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવાનની ચેઇન તોડીને 2 શખસ ફરાર થઈ ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ પટણી મોહલ્લાના ગોખલે એપાર્ટમેન્ટમાં રહેતા અને કેબલ કનેક્શનનો વ્યવસાય કરતા અક્ષય દિપકભાઇ પટણી (ઉ. 26)એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 23 જૂનના રોજ હું મારું સ્કૂટર લઇને કિશનવાડી ખાતે મારા મિત્રને મળવા માટે ગયો હતો અને ત્યાંથી મારા ઘરે પરત જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પેશાબ લાગતા હું કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ શુલભ શૌચાલય પાસે સ્કૂટર પાર્ક કરીને શુલભ શૌચાલયમાં ગો હતો. ત્યારબાદ હું બહાર આવીને મારું સ્કૂટર ચાલુ કરતો હતો, તે સમયે રાત્રે 2.15 વાગ્યાની આસપાસ એક ટુ-વ્હીલર બે શખસો આવ્યા હતા અને મારા ગળામાં પહેરેલી 25 હજારની કિંમતની સવા તોલાની ચેઇન ખેંચીને બંને શખસો ભાગી ગયા હતા. જેથી મેં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જો કે, જે તે સમયે ચેઇનનું બિલ ન હોવાથી મેં ફરિયાદ આપી નહોતી. આજે મેં આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતું.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિજય ઉર્ફે અંકિત કૈલાશભાઇ સરગરા (રહે.ફતેપુરા, કુંભારવાડા, વડોદરા તયા વિજયનગર, હરણી રોડ, વડોદરા) અને રાજકુમાર ઉર્ફે રાજ ભરતભાઇ દરબાર (રહે. વારસીયા વિમા દવાખાના, ભાથુજી મંદિર પાસે, વડોદરા શહેર)ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે એક સોનાની ચેઇન, મોબાઈલ અને સ્કૂટર પણ જપ્ત કર્યું છે.

Share :

Leave a Comments