છાણીમાં ભાજપાના મહિલા કોર્પોરેટરે કોમન પ્લોટની દિવાલ તોડાવતા રહીશોનો હોબાળો

ભાજપના મહિલા કોર્પોરેટરને આ દિવાલ ફરીથી બનાવી દેવા જણાવતા વિવાદ સર્જાયો

MailVadodara.com - In-Chani-BJP-female-corporator-broke-the-wall-of-the-common-plot-residents-uproar

- મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ કહ્યું, કોમન પ્લોટનો ઉપયોગ કરવા 1000 ઉઘરાવતા હતા, કેટલીક સોસાયટીઓનો રસ્તો બંધ થઈ જતા દિવાલ તોડાવી છે

- રહીશોએ આક્ષેપ કર્યો કે, પોતાના સ્વખર્ચે દિવાલ બનાવી હતી, દિવાલ કોઈને નડતરરૂપ નહીં હતી છતાં ભાજપના મહિલા કોર્પોરેટરે દિવાલ તોડાવી નાખી છે

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગેલેક્સી ઓરા અને ગેલેક્સી હાઇટ્સના રહીશોએ સ્વખર્ચે કોમન પ્લોટની જાળવણી માટે દોઢ લાખનો ખર્ચ કરી દિવાલ બાંધી હતી તે આજે ભાજપના વોર્ડ નંબર બે ના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ તોડાવી નાખતા હોબાળો સર્જાયો હતો.


વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ગેલેક્સી ઓરા અને ગેલેક્સી હાઇટ્સના રહીશોએ તેમની નજીકમાં આવેલા કોમન પ્લોટને જાળવણી કરવા માટે દિવાલ બાંધી હતી અને તેમાં સિનિયર સિટીઝન્સ બેસી શકે તે માટે બાંકડા પણ મૂક્યા હતા. સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેથી આજુબાજુની કેટલીક સોસાયટીઓને અવરજવર કરવાની તકલીફ પડે તેવી પરિસ્થિતિ હતી. આ કોમન પ્લોટમાં કેટલીક જમીન કોર્પોરેશન હસ્તકની પણ હતી જેને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર બે ના ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા જેવો વોર્ડ નંબર એકમાં રહે છે. જેથી આ વિસ્તારના કોમન પ્લોટની દિવાલ કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ દ્વારા તોડાવી નાખવામાં આવી હતી. જેથી સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને ભાજપના મહિલા કોર્પોરેટર અને સ્થાનિક રહીશો વચ્ચે તું તું મે મે પણ થઈ હતી.

આ બાબતની જાણ વોર્ડ નંબર એકના છાણીના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલને થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં સ્થાનિક રહીશોને સાથ આપી ભાજપના મહિલા કોર્પોરેટરને આ દિવાલ ફરીથી બનાવી દેવા જણાવતા વિવાદ સર્જાયો હતો.

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે આ પ્લોટ ખુલ્લો હતો ત્યારે ત્યાં ખૂબ જ ગંદકી અને જાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હતા. ત્યારે કોઈ સફાઈ કરાવતું ન હતું પરંતુ સ્થાનિક રહીશોએ ભેગા થઈ પોતાના સ્વખર્ચે દોઢ લાખનો ખર્ચ કરી દિવાલ બનાવી હતી. આ દિવાલ કોઈને પણ નડતરરૂપ હતી નહીં તેમ છતાં ભાજપના મહિલા કોર્પોરેટરે દિવાલ તોડાવી નાખી છે.

આ અંગે રશ્મિકાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, કોમન પ્લોટનો ઉપયોગ કરવા માટે સ્થાનિક રહીશો પાસે 1000 રૂપિયા માંગવામાં આવતા હોવાને કારણે અને અન્ય યોગીનગર સહિતની કેટલીક સોસાયટીઓના જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. જેથી આ દિવાલ તોડાવી છે તેવી સ્પષ્ટતા કરી હતી.

Share :

Leave a Comments