- રેલીમાં બાળકો ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની જોડાયા, આ ઉપરાંત મોટી સંખ્યા ગ્રામજનો જોડાયા હતા
અયોધ્યામાં પ્રભુ રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે છાણી ગામના આગેવાન અને દાહોદ જીલ્લાના પ્રભારી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતીષ પટેલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
22 મી જાન્યુઆરી આજનો દિવસ ઇતિહાસ થવા જઇ રહ્યો છે આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે વડોદરા શહેર પણ બાકી નથી.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી ગામ આગેવન સાથે દાહોદના પ્રભારી તેમજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા છાણી વિસ્તારમાં આવેલ ગંગાબાઈ સ્કૂલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો એ ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની આ રેલીમાં જોડાયા હતા તેમજ આ રેલીમાં હજારોની સંખ્યા લોકો જોડાયા હતા. આ રેલી છાણી ગામની ગંગાબાઈ હાઇસ્કૂલથી શરૂ થઇ ગામમાં અનેક વિસ્તારોમાં ફરી હતી. સાથે આ રેલીમાં અનેક ભંજન મંડળી તેમજ બગ્ગીઓ પણ જોડાયા હતા.