નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં આજે સવારથી સાંજે 6:30 સુધી ગણપતિના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકાયો

વડાપ્રધાનની જાહેર સભાના કારણે કૃત્રિમ તળાવ તરફના માર્ગના મુખ્ય દ્વારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

MailVadodara.com - Immersion-of-Lord-Ganpati-in-the-artificial-lake-of-Navlakhi-Plain-has-been-banned-from-morning-to-6-30-pm-today

- આજે સાંજે 6:30 બાદ નવલખીના કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરી શકાશે


શહેરમાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. પરંતુ, નવ દિવસની મહેમાનગતિ માણીને વિદાય લેનાર વિઘ્નહર્તાને ગ્રહણ નડ્યું છે. ગણેશોત્સવમાં અનેક પરિવારો-મંડળો માનતા અને પરંપરામુજબ શ્રીજીની સ્થાપના કરે છે. ત્યારે 9 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરતા અને નવલખી મેદાન ખાતે પાલિકા દ્વારા બનાવવામાં આવતા કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરતા પરિવારજનો અને મંડળોને સાંજે 6-30 બાદ શ્રીજીનું વિસર્જન કરવું પડશે.

શહેરના નવલખી મેદાનમાં શહેર ભાજપા દ્વારા આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા નવલખી મેદાનમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવમાં સવારથી સાંજે 6-30 વાગ્યા સુધી ગણપતિના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને કૃત્રિમ તળાવ તરફના માર્ગના મુખ્ય દ્વારે બેરીકેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, આજે બપોર સુધીમાં એક પણ શ્રીજીની વિસર્જન સવારી શ્રીજીને વિદાય આપવા આવી ન હતી. તેમ બંદોબસ્તમાં ઉભી રહેલી પોલીસે જણાવ્યું હતું.


સમજાવીને વિદાય કૃત્રિમ તળાવના રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલી પોલીસે જણાવ્યું હતું કે, કોઇ અજાણતામાં શ્રીજીની મૂર્તિને લઇ વિસર્જન માટે આવી પહોંચશે, તેઓને જવા દેવામાં આવશે. પરંતુ, કોઇ મંડળ મોટી મૂર્તિ લઇને શ્રીજીનું વિસર્જન કરવા માટે આવશે તો તેઓને મંજૂરી આપવામાં આવશે નહીં અને તેઓને અન્ય તળાવમાં વિસર્જન કરવા માટે સમજાવી વિદાય આપવામાં આવશે.


વડોદરાના નવલખી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા હોવાના કારણે નવલખી મેદાનમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા તળાવમાં એક પણ પરિવાર કે મંડળ શ્રીજીનું વિસર્જન કરવા માટે ન આવતા કુત્રીમ તળાવ ઉપર સન્નાટો જોવા મળ્યો હતો. જોકે, સાંજે 6-30 બાદ નવલખીના કૃત્રિમ તળાવમાં પરિવારજનો અને મંડળો શ્રીજીનું વિસર્જન કરી શકશે. સાંજે નવલખી મેદાન ખાતેનું કૃત્રિમ તળાવ ગણપતિ બાપા મોરયા.. પૂઢચ્યા વરસી લવકરીયાના નાદથી ગુંજી ઉઠશે.

નોંધનીય છે કે, ખૂબ ઓછા પરિવારો અને મંડળો 9 દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરતા હોય છે. નવલખી તળાવને બાદ કરતા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અન્ય કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તા.28 આનંદ ચૌદશના દિવસે સવારથીજ શ્રીજીની વિસર્જનની શરૂઆત થઇ જશે.

Share :

Leave a Comments