કરજણના બેકાપુર ગામેથી પસાર થતી નર્મદા નદીમાં થતું ગેરકાયદે રેતીખનન ઝડપાયું, 9 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણખનીજ ખાતાની ટીમે અચાનક દરોડો પાડતાં રેતી માફિયાઓમાં નાસભાગ

MailVadodara.com - Illegal-sand-mining-was-caught-in-Narmada-river-passing-through-Bekapur-village-of-Karajan

- તંત્ર દ્વારા 5 બાજ નાવડી, 22 ડમ્પરો સહિત કુલ 9 કરોડનો મુદ્દામાલ જપ્ત

વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી તંત્ર દ્વારા આશરે રૂ. 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કરજણ તાલુકામાં નારેશ્વર નજીક આવેલ બેકાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન થાય છે, તેવી બાતમીના આધારે ગાંધીનગર, સુરત ફ્લાઇંગ સ્કવોડ અને વડોદરા તેમજ ભરૂચની ખાણખનીજ ખાતાની સંયુક્ત ટીમે બપોરે અચાનક દરોડો પાડતાં રેતી માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

જો કે તંત્ર દ્વારા નદીમાંથી 5 બાજ નાવડી, 22 ડમ્પરો સહિત કુલ 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણખનીજ ખાતાએ જપ્ત કરેલી નાવડીઓ તેમજ ડમ્પરો કોની માલિકીના છે અને કોના દ્વારા નર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન ચાલતું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટો જથ્થો ખાણખનીજ ખાતા દ્વારા જપ્ત કરવામાં આવતાં રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

Share :

Leave a Comments