સાકરદા પાસેની કંપનીમાંથી રૂા.5.40 લાખની ડુપ્લિકેટ સિગારેટ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

ઇન્ડિયન ટોબેકો કંપનીના લોગોવાળી ડુપ્લીકેટ સિગારેટનું ઉત્પાદન કરવામાં આવતું હતું

MailVadodara.com - Illegal-goods-including-duplicate-cigarettes-worth-Rs-5-40-lakh-seized-from-a-company-near-Sakarda

- નકલી સિગારેટ રૂ.5.40 લાખ સહિત રૂ.5.52 લાખનો મુદ્દામાલ કબ્જે જપ્ત કરી કંપનીના ત્રણ ડાયરેક્ટર વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

વડોદરાના સાકરદા ગામ પાસે આવેલી કંપનીમાં ઇન્ડિયન ટોબેકો કંપનીના લોગોવાળી ડુપ્લીકેટ સિગારેટનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેથી લેબર કમિશનર અને SOG પોલીસને સાથે કંપનીના માણસે નકલી સિગારેટ બનાવતી કંપનીમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી નકલી સિગારેટ રૂ.5.40 લાખ સહિત રૂ.5.52 લાખનો મુદ્દામાલ કબ્જે જપ્ત કરી લેવાયો હતો અને કંપનીના ત્રણ ડાયરેક્ટર વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

કલકત્તામાં ઇન્ડીયન ટોબેકો કંપની લિમિટેડ કંપની જેની ઓફિસ વજીર્નીયા હાઉસ, જવાહરલાલ નહેરુ રોડ, કોલકતા ખાતે આવેલી છે. ગત ઓક્ટોબર 2024માં કંપનીને માહિતી મળી હતી કે, નવી દિલ્હીમાં કાલુરામ ગંગારામ બંટી સિગારેટ દુકાનમાં તેમની કંપનીની સિગારેટ જેવા નામ અને લોગો સાથેની ડુપ્લીકેટ સિગારેટનુ વેચાણ થાય છે અને આ ડુપ્લીકેટ સિગારેટનું ઉત્પાદન વડોદરાના સાકરદા ગામ પાસે આવેલી એટલાન્ટીસ ટોબેકો પ્રા.લિ.કંપની ખાતે થાય છે. જેથી કંપનીએ એટલાન્ટીસ ટોબેકો કંપની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટ ઓફ દિલ્હીમાં સિવિલ કેસ દાખલ કરતા કોર્ટે લોકલ કમિશ્નર તરીકે જશબીર બીધૂડીની નિમણૂંક કરી હતી.

ઇન્ડિયન ટોબેકો કંપનીના માણસે લોકલ કમિશનર અને એસઓજી પોલીસની સાથે રાખીને સાંકરદા ખાતે આવેલી એટલાન્ટીસ ટોબેકો કંપનીમા રેડ કરી હતી. ત્યારે સિગારેટ બનાવવાની કામગીરી ચાલુ અને આશરે 20 જેટલા સાણસ કામ કરતા હતા. કંપનીના ડાયરેક્ટરોને તેમને સાથે રાખી તપાસ કરી હતી. ત્યારે ગોડાઉનમાથી રૂ. 5.40 લાખ ડુપ્લીકેટ કાઉન્ટરહીટ સિગારેટ, તેમની કંપનીના ટ્રેડમાર્કને મળતા ડીઝાઈન વાળા ગોલ્ડ ટિપ અને ગોલ્ડ સ્ટીકના લાગો છાપેલા ખોખા રૂ.10 હજાર, ગોલ્ડ ટીપ લખેલ કાર્ટુન મળી રૂ.5.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત કંપનીના ડાયરેક્ટર હરીશ સના પંચાલ, વેદાંત રાકેશ પંચાલ અને હસમુખ મફતલાલ પંચાલ વિરુદ્ધ નંદેસરી પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Share :

Leave a Comments