જો તમને +૮૭૦ નંબર ફોન આવે તો ચેતી જજો

સાયબર ગઠિયાઓના નવા કિમિયા..

MailVadodara.com - If-you-get-a-call-from-plus-870-number-be-alert

- ડિજિટલ એરેસ્ટ ના નામે ફોન કરતા ગઠીયાઓ વર્ચ્યુંઅલ નંબર નો ઉપયોગ કરે છે

સાયબર ક્રાઇમ ના વધતા જતા બનાવો વચ્ચે સાયબર માફીયાઓ હવે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે છે. જો તમને +૮૭૦ નંબર થી ફોન આવે તો આ નંબર સાયબર માફિયાનો હોઇ શકે છે.

      આધુનિક ટેકનોલોજી માણસ માટે જેટલી ઉપયોગી છે એટલી જ અજ્ઞાનતાના અભાવે મુસીબતનું કારણ પણ બની શકે છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ અને કસ્ટમ વિભાગના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જીવનભરની લાખો કરોડો રૂપિયાની બચત ગુમાવતા લોકોને પાયમાલ થઈ રહ્યા છે. સાયબર ગઠિયાઓ સામે તંત્ર કાર્યવાહી જરૂર કરે છે. પરંતુ સાયબર ગઠીયાઓ લોકોને છેતરવાના નીત નવા કિમિયા શોધી નાખે છે. તાજેતરમાં પોલીસથી બચવા ગઠિયાઓ હવે વર્ચ્યુઅલ નંબર નો ઉપયોગ કરતાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

           સાયબર ગઠીયાઓ  સામન્ય માણસને +૮૭૦ નંબરથી ફોન કરીને પોલીસ અને કસ્ટમ વિભાગના બોગસ અધિકારી બની  ડરાવે છે.

    સામન્ય માણસ  ગઠિયાઓને ઓળખી ન શકે એ સ્વાભાવિક છે ત્યારે મયુર ભુસાવળકર જેવા સાયબર એક્સપર્ટ લોકોને જાગૃત કરવાનું સરાહનીય કાર્ય કરે છે જે પ્રસંશાને પાત્ર છે.

Share :

Leave a Comments