દિપક ઓપન એર થિયેટરના સ્થાને વહેલીતકે નવું અતિથિગૃહ નહીં બને તો આંદોલનની ચીમકી

પાલિકાએ રૂા.5.50 કરોડના ખર્ચે આ થિયેટરનું રિનોવેશન કર્યું હતું!

MailVadodara.com - If-a-new-guest-house-is-not-built-soon-in-place-of-Deepak-Open-Air-Theatre,-there-is-a-threat-of-agitation

- ત્રણ વર્ષ પહેલાં 32 લાખના ખર્ચે અતિથિગૃહ બનાવવાનું કામ વડોદરા કોર્પોરેશનની સભામાં મંજૂર થયું હતું, છતાં કામમાં વિલંબ થઇ રહ્યો છે!


વડોદરામાં દિપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ બનાવવાની દરખાસ્ત કોર્પોરેશનની સમગ્ર સભામાં અગાઉ મંજૂર થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેથી મ્યુનિસિપલ કમિશનરને વેળાસર અતિથિ ગૃહની કામગીરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા પાલિકા દ્વારા મદનઝાંપા રોડ સ્થિત આઝાદ મેદાનના ખુલ્લા કોમન પ્લોટમાં દિપક ઓપન એર થીયેટર બનાવવાની કામગીરી રૂ.5.50 કરોડના ખર્ચે કરી હતી. આ નવું બનેલું  દિપક ઓપન એર થિયેટર તા.20-08-2015ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દિપક ઓપન એર થિયેટરના લોકાર્પણ કર્યાના ઘણો સમય વીતી જવા છતાં આજદિન સુધી ફક્ત 4 કાર્યક્રમ થયા છે. વર્ષ 2016-17માં ફક્ત 3 કાર્યક્રમ થયા તેની સામે કોર્પોરેશનને રૂપિયા 9,099 આવક થઈ હતી અને વર્ષ 2017-18માં ફક્ત 1 જ કાર્યક્રમ થયો હતો તેની આવક રૂપિયા 5900 થઇ હતી. આમ અત્યાર સુધી ટોટલ 4 કાર્યક્રમ થયા છે. જેની કુલ આવક રૂપિયા 14,999 થઇ છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને આ થિયેટર નિર્માણનો ખર્ચ રૂપિયા 5.50 કરોડ થયો છે, જ્યારે લાઈટ બિલના ખર્ચનું પણ ભારણ આવતું રહે છે. 


વર્ષ 2015-16નો લાઈટ બિલનો ખર્ચ રૂપિયા 17,851 થયો હતો. વર્ષ 2016-17નો ખર્ચ રૂ.45,603 અને વર્ષ 2018-19 (તા.31-08-2018 સુધી)નો ખર્ચ રૂપિયા 13,550 થયો હતો. એટલે કે ત્રણ વર્ષમાં દિપક ઓપન થિએટરના લાઇટબીલ પાછળ ટોટલ ખર્ચ રકમ રૂપિયા 1,21,162 થયો છે. અત્યાર સુધી આ થિએટરનો ઉપયોગ નહીંવત પ્રમાણમાં થયો છે અને આવક કરતાં જાવક ઘણી બધી થઇ છે. દિપક થિયેટર કોર્પોરેશન માટે ધોળા હાથી સમાન પુરવાર થયું છે, ત્યારે આસપાસના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી કેઆ વિસ્તારમાં લગ્ન તેમજ શુભ કે અશુભ પ્રસંગ માટે અતિથિગૃહ બનાવવાની જરૂરીયાત છે. 

આ માંગણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ અહીં નવું અતિથિગૃહ બનાવવાનું કામ તા.31-03-2020ના રોજ કોર્પોરેશનની સમગ્ર સભામાં રૂપિયા 32 લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યું હતું. આ કામ ઘણા લાંબા  સમયથી મંજુર થયું હોવા છતાં કોઇ કારણોસર આ કામ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. હવે અહીં અતિથિ ગૃહ બનાવવાનું કામ થી ચાલુ કરવા મુદ્દે વિસ્તારના રહીશો આંદોલન કરશે તેવી ચીમકી ઇલેક્શન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે આપી છે.


Share :

Leave a Comments