વડોદરામાં `હું ભાજપનો કાર્યકર્તા છું, દાદાગીરી નહીં ચાલે', તેમ કહી 3 શખસો પાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાય છોડાવી ગયા

ફતેપુરા ખારી તલાવડી વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી સાથે પશુપાલકે બોલાચાલી કરી હતી

MailVadodara.com - I-am-a-BJP-worker-bullying-will-not-happen-3-persons-released-a-cow-caught-by-the-municipal-cattle-party

- ઢોર ડબ્બા શાખામાં એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

શહેરના ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી વિસ્તારમાં રખઢતા ઢોર પકડવા ગયેલી ઢોર ડબ્બ્ાા પાર્ટી સાથે પશુપાલકે દાદાગીરી `હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, દાદાગીરી નહીં ચાલે', તેમ કહીને બોલાચાલી કરીને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાય 3 શખ્સો છોડાવી ગયા હતા. આ મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે અવારનવાર પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીની કામગીરીના અડચણ ઉભી કરીને ગાયો છોડાવી જવાની ઘટનાઓ સામે આવે છે અને પોલીસ ફરિયાદો પણ થાય છે, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકતી નથી. જેથી ઢોર પાર્ટીની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યોરિટી વિભાગ હસ્તક ઢોર ડબ્બા શાખામાં એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે બજાવતા મોન્ટુ ભાસ્કરરાવ દેસલે (ઉ.43)એ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 4 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન હું અને ઢોર પાર્ટીના અન્ય 5 કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં ઢોર પકડવાની સરકારી કામગીરીમાં હતા.


આ દરમિયાન ફરતા ફરતા બપોરે 3.20 વાગ્યે અમે ફતેપુરા જુના આર.ટી.ઓ રોડથી ખારી તલાવડી તરફના રસ્તા ઉપર પહોંચ્યા હતા. આ સમયે એક ગાય રોડ ઉપર હતી, જેથી ગાયને ઢોર પાર્ટીના માણસો પકડવા માટે પાછળ ગયા હતા. તે વખતે ત્યાં હાજર મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ (તમામ રહે. વડોદરા શહેર)એ આવી ગાયને ભગાડી મુકી હતી, જેથી હું અને કુણાલ કાલીદાસ કહાર અને પવન શંકરભાઈ કહાર અમારા સ્ટાફના માણસો સાથે પાછળ દોડ્યા હતા. ગાય ખારી તલાવડી રબારીવાસ પાસે પહોંચી ગઈ હતી, તે વખતે મુકેશ રબારી પાછળ પાછળ આવ્યો હતો અને અમને કહેવા લાગ્યો હતો કે, અમારા ઘર પાસે બાંધેલી ગાયો કેમ લઈ જાઓ છો? હું બીજેપીનો કાર્યકર્તા છું, તેમ કહી અમારી સાથે બોલાચાલી કરી હતી અને મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવે અમારી ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ કરીને પોતાની ગાય છોડાવીને જતા રહ્યા હતા. જેથી મેં આ મામલે ત્રણેય સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનિય છે કે, અવારનવાર પશુપાલકો દ્વારા ઢોર પાર્ટી પર હુમલો કરીને રખડતા ઢોર છોડાવી જવાની ઘટનાઓ બને છે. તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી અને ફરીથી આવી ઘટનાઓ બનતી રહે છે. આજે ફરીથી ભાજપનો કાર્યકર છું, તેમ કહીને દાદાગીરી કરીને 3 શખ્સો ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવી ગયા હતા અને આ મામલે કુંભારવાડા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments