પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાનું ખુલતા પતિની ધરપકડ

એક્તાનગરમાં પતિ અને પુત્રો સાથે રહેતી પરિણીતાનું 6 એપ્રિલના રોજ મોત નિપજ્યું હતું

MailVadodara.com - Husband-arrested-after-postmortem-report-reveals-he-killed-wife-by-hanging-her-with-a-scarf

- પરિણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા કરાઈ હોવા સહિત વિવિધ આક્ષેપ કરતાં પોલીસે સયાજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી

- હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર પતિ અને તેના પરિવારનો ભાંડો ફૂટી ગયો, પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા જાવેદ મનસૂરીની ધરપકડ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિ અને પુત્રો સાથે રહેતી પરિણીતાનું મોત થયું હતું. પરિણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા કરાઈ હોવા સહિત વિવિધ આક્ષેપ પણ કર્યા હતા. આ મામલે જે.પી. રોડ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે જાવેદ મનસૂરીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મૃતક પરિણીતાના ભાઈને શંકા જતા તેની તપાસ કરાવાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલા એક્તાનગરમાં રહેતા તસ્લિમ મન્સૂરી નામની મહિલા ખેંચની બીમારીથી પીડાતા હતા. 6 એપ્રિલના રોજ બપોરના સમયે પિતા અને પુત્રો સાથે જમ્યા બાદ મહિલાના પતિ રિક્ષા લઈને ધંધા પર ગયા હતા. તે દરમિયાન મહિલાની તબિયત બગડતા તેઓએ તેમના 14 વર્ષના પુત્રને પાડોશના લોકોને બોલાવવા માટે કહ્યું હતું. પાડોશી દોડી આવતા તેઓએ તેમને સાંત્વના આપતા તેઓ બપોરના સમયે ઊંઘી ગયા હતા. દરમિયાન પુત્ર પણ બહાર રમવા માટે નીકળી ગયો હતો. જ્યારે પુત્ર પરત આવ્યો હતો ત્યારે માતા ઉંઘતા હતા, તેણે માતાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ઉઠ્યા ન હતા. જેથી પુત્રએ પોતાના પિતાને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી. પતિ દોડી આવ્યા બાદ તેઓએ પત્નીને હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કરી હતી.

આ દરમિયાન મહિલાના પિયર પક્ષના લોકોને આ બાબતે જાણ કરી હતી ત્યારે તેઓ પણ દીકરીના ઘરે દોડી આવ્યા હતા. મહિલાના પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, દીકરીને છેલ્લા એક વર્ષથી પિયરમાં પતિ આવવા દેતા ન હતા અને તેમના શરીર પર ગળાના ભાગે ઇજાના નિશાન છે. તેઓએ તેમની દીકરીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જે પી રોડ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને મહિલાના શંકાસ્પદ મોતનું કારણ જાણવા માટે પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિ દ્વારા પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી, ત્યારે પોલીસે આરોપી પતિ જાવેદ મનસૂરીની ધરપકડ કરી છે.

Share :

Leave a Comments