તરસાલીમાં હાઉસિંગ બોર્ડના મકાનોના વીજળી, ડ્રેનેજના કનેક્શન કપાતા રહીશોનો પાલિકાની કચેરીએ હલ્લાબોલ

પાલિકાએ ગતરોજ 312 મકાનોના વીજળી, પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નાખ્યા હતા

MailVadodara.com - Housing-board-houses-in-Tarsali-are-cut-off-electricity-drainage-connections-residents-riot-at-the-municipal-office

- સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વહેલીતકે લાઈટ, પાણી અને ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી


વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઈટ, પાણી અને ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને અમારી લાઈટ પાણી ડ્રેનેજની લાઇન વહેલીતકે ચાલુ કરવાની માંગ કરી હતી. 


વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલેશન અથવા રીપેરીંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી. શહેર તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે, આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને વહેલીતકે લાઈટ, પાણી અને ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી જો અમારા લાઈટ, પાણીના કનેક્શન શરૂકરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન કોઈને પણ ઘરથી બેઘર કરવાના ના હોય પરંતુ સ્માર્ટ સિટીના નામે  શહેરમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું નથી.


Share :

Leave a Comments