દિવાળીને લઈ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોનો ભારે ધસારો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પોલીસ સતર્ક

તહેવારને લઇ શહેરમાં સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્ક્વોડ, SOG, LCB, BDDS અને SRPFની મદદથી સઘન ચેકિંગ હાથ ધરાયું

MailVadodara.com - Heavy-rush-of-passengers-in-Vadodara-railway-station-area-on-Diwali-railway-police-on-alert-to-avoid-any-untoward-incident

વડોદરા શહેરમાં દિવાળી પર્વને લઈ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભારે ભીડ અને મુસાફરીનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ મુસાફરનું સામે જોખમ કે ચોરી લૂંટ જેવા બનાવોને રોકવા શહેર રેલવે પોલીસ સહિત એજન્સીઓ સાથે રાખી સ્ટેશન સહિત આસપાસ ભીડવાળી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


રેલવે સ્ટેશન ખાતે વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ સાથે રાખી ડોગ સ્ક્વોડ, એસ ઓ જી, એલ સી બી, બી.ડી.ડી.એસ, એસ.આર.પી.એફ સહિતની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મુસાફરીના સામાન, આસપાસ શંકાસ્પદ વસ્તુઓ સહિત વિવિધ જગ્યાએ મેટલ ડિટેક્ટર અને ડોગ સ્ક્વૉડની મદદથી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તહેવારને લઇ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર રેલવે પોલીસ સતર્ક બની છે અને કામગીરીમાં જોતરાઈ મુસાફરો સાથે કોઈ ઘટના ન બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.


આ અંગે વડોદરા રેલવે પોલીસના પી આઈ એફ.એ.પારગીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે દિવાળીના તહેવાર અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ ભીડભાળ હોય છે. જેની તકેદારીના ભાગરૂપે અને કોઈ પણ આ ઘટિત ઘટના ન બને તે માટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

અહીં હાલમાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન કર્મચારી બી.ડી.ડી.એસ ટીમ, એસ.ઓ.જી ટીમ, એલ.સી.બી ટીમ સહિત લોકલ વડોદરા રેલવે પોલીસને સાથે એસ.આર.પી.એફને રાખીને રેલવે સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગની કામગીરી દરમિયાન કંઈ પણ મળી આવેલી નથી. આવનાર તહેવારને ધ્યાનમાં રાખી આ ચેકિંગ સતત ચાલુ રહેશે.


વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રેલવે પોલીસ તરફથી અને ખાસ કરીને વડોદરા રેલવે યુનિટ તરફથી મુસાફરોને વિનંતી છે કે પોતાનો સામાન પોતે સાચવે અને કોઈ પણ અજાણી વ્યક્તિના સંપર્કમાં ન આવે. કોઈ પણ અજાણી વ્યક્તિનો નાસ્તો કે પીણું ન પીવું જોઈએ. જે કોઈ રેલવેના વેચાણ કરનાર વ્યક્તિ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી કરી આપની મુસાફરી સલામત અને કોઈ પણ પ્રકારની ઘટના ઘટે નહીં.

Share :

Leave a Comments