વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે શિયાળુ પાકોને ભારે નુકસાન, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ વરસ્યો

MailVadodara.com - Heavy-rains-in-Vadodara-district-caused-heavy-damage-to-winter-crops-leaving-farmers-in-mourning

- વડોદરા જિલ્લામાં માવઠાથી કપાસ, તુવેર અને દિવેલાના પાકનો સોથ વળી ગયો, સરકાર પાસે વળતરની આશા જોતા ખેડૂતો


વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ વરસ્યો છે. જેને પગલે શિયાળુ પાકોને ભારે નુકસાન થયું છે. કપાસ, તુવેર અને દિવેલા સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.

વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ શિયાળુ પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો હતો. આવા સમયે માવઠું થતાં ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતરમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.


કમોસમી વરસાદને પગલે શાકભાજી અને ફૂલો જેવા બાગાયતી પાકને પણ નુકસાન થયું છે. જો વધારે વરસાદ પડ્યો હોત તો ખેડૂતોને મોટું નુકસાન થયું હોત. ખેડૂતોએ જણાવ્યું હતું કે, કપાસ સહિતના પાકોમાં મોટાપાયે નુકસાન થયું છે. જેથી સરકાર પાસે વળતરની અપેક્ષા રાખીએ છીએ.


શિનોરના ખેડૂત અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ થતાં દિવેલા, તુવેર અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. અમે ખૂબ નિરાશ થયા છીએ. હવે અમારે રડવાનો વારો આવ્યો છે.

Share :

Leave a Comments