વડોદરાની 50 વર્ષીય શિક્ષિકાને બ્રેઇનડેડ જાહેર કરાતાં હાર્ટ, લીવર અને કીડનીનું દાન કરાયું

50 વર્ષીય શિક્ષિકાને રોડ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર ચાલી રહી હતી!

MailVadodara.com - Heart-liver-and-kidney-donated-to-50-year-old-Vadodara-teacher-declared-brain-dead

- માથાના ભાગે ઇજાઓ થતાં બ્રેઇનડેડ જાહેર કરાયા

- ગ્રીન કોરિડોર બનાવી દર્દીના હાર્ટને અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 50 વર્ષીય મહિલાને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ન્યુરો સર્જનની નિષ્ણાંત ટીમે ઇમરજન્સી ઓપેરશન કર્યું છતાં સ્થિતિમાં સુધારો ન આવ્યો અને અંતે બ્રેઇનડેડ જાહેર કરતા પરિવારના સભ્યોએ હિંમત દાખવી અંગોનું દાન કર્યું હતું.

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી શ્રીરામ સૈનિક હિન્દી વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં 50 વર્ષીય મહિલા શિક્ષિકા કિરણબેન ખેરવાને તારીખ 20 ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓના બ્રેઇનમાં ઇજાઓને લઇ ઓપરેશન છતાં યોગ્ય સુધારો ન આવતા આખરે આજે હાર્ટ, લીવર અને કિડનીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.


શિક્ષિકાનું બ્રેઇનડેડ થતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દર્દીના હાર્ટને અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર બનાવી લઇ જવામાં આવ્યું છે. જ્યારે તેઓના કીડની અને લિવરને પણ દાન કરવામાં આવ્યું છે. તેઓના દીકરાએ કહ્યું કે, મારી મમ્મી શિક્ષક હતા અને તેઓનું આખું જીવન વિધાર્થીઓને ભણાવવામાં ગયું છે. ત્યારે અમે આ નિર્ણય કર્યો કે મમ્મીનાં અંગો અન્ય લોકોના જીવનમાં પ્રકાશ પાથરે તે દૃષ્ટિએ આ અંગોનું દાન કર્યું છે.


આ અંગે ફોસ્પિટલના ડોક્ટર રુચિતા મોકાણી એ જણાવ્યું હતું કે, દર્દી અમારી જોડે આવ્યું ત્યારે સ્થિતિ ખૂબ ગંભીર હતી. દર્દીને માથાના ભાગેથી લોહી નીકળતું હતું. જેથી તેઓનું તાત્કાલિક સીટી સ્કેન કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેઓના બ્રેઇનમાં બહુ બધા ઓર્ગનમાં ડેમેજ હોવાથી તેઓનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું.


વધુમાં કહ્યું કે, ઓપરેશન બાદ શિવરાત્રિના દિવસે ખબર પડી કે દર્દીનું બ્રેઇનડેડ થઈ ગયું છે અને પરિવારને સજાવવામાં આવ્યો અને તાત્કાલિક તેઓએ અંગોના દાન માટે તૈયારી બતાવી હતી. આ માટે અમારી ટીમે લીગલ ફોર્મલિટી કરાવી અને આજે લીવર, બે કિડની અને હાર્ટનું ડોનેટ કર્યું છે. આ માટે પરિવાર તૈયાર થયો તે માટે હું તેઓનો આભાર માનું છું.

Share :

Leave a Comments