સાવલીમાં ભઠ્ઠામાં મજૂરી કરતી સગીરાની એકલતાનો લાભ લઇ સાથે કામ કરતાં હવસખોરે જ દુષ્કર્મ આચર્યું

મૂળ ઉત્તરપ્રદેશનો પરિવાર છેલ્લા 25 વર્ષથી સાવલીમાં ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કરે છે

MailVadodara.com - Hawaskhor-committed-the-crime-by-taking-advantage-of-the-loneliness-of-a-minor-working-in-a-kiln-in-Savli

- વહેલી સવારે કુદરતી હાજતે ગયેલી સગીરા સાથે હવસખોર રાશીદઅલી ઉર્ફે આસીફશા પઠાણે બળજબરી કરતા બુમરાણ મચાવી હતી

- સગીરાની બુમો સાંભળી બચાવવા આવેલી ભાભીને માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હવસખોર ફરાર થઇ ગયો હતો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં પરિવાર સાથે મજૂરી કામ કરી રહેલી સગીરાની એકલતાનો લાભ લઇ હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા વહેલી સવારે કુદરતી હાઝતે ગઇ હતી. તે દરમિયાન ભઠ્ઠામાં જ રહેતા હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. વહેલી સવારે ઉઠેલી ભાભીએ નણંદની બુમો સાંભળી સ્થળ પર પહોંચી હતી. જ્યાં હવસખોરે સગીરાને બચાવવા આવેલી ભાભીને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભાદરવા પોલીસે ગુનો નોંઘી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

મળેલી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશનો પરિવાર છેલ્લા 25 વર્ષથી સાવલી તાલુકામાં ઇંટોના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરે છે. તેમની સાથે તેમની 17 વર્ષની સગીર વયની પુત્રી પણ રહે છે અને મજૂરી કામ કરે છે. વહેલી સવારે સગીરા ઇંટોના ભઠ્ઠા નજીક આવેલી ઝાડીમાં કુદરતી હાજતે માટે ગઈ હતી. તે દરમિયાન ભઠ્ઠા ઉપર જ રહેતો રાશીદઅલી ઉર્ફે આસીફશા નુરઆલમખાન પઠાણ (રહે. છાણી, વડોદરા) સગીરા પાસે ધસી ગયો હતો. જ્યાં સગીરાની એકલતાનો લાભ લઈ મોંઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું.

હવસખોર રાશીદઅલી ઉર્ફે આસીફશા નુરઆલમખાન પઠાણ સગીરા સાથે બળજબરી કરી રહ્યો હતો. તે દરમિયાન સગીરાએ બચવા માટે બુમરાણ મચાવી હતી. તેજ સમયે સગીરાની ભાભી પણ કુદરતી હાઝતે જવા માટે જતી હોવાથી નણંદની બુમો સાંભળી તુરંત સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં ભાભીએ નણંદને હવસખોર રાશીદઅલી ઉર્ફે આસીફશા નુરઆલમખાન પઠાણની ચુંગાલમાંથી છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો.

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હવસખોરે સ્થળ પર આવી પહોંચેલી ભાભી ઉપર હુમલો કરી માર માર્યો હતો. આ બાબતની કોઇને જાણ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. જોકે, ભાભીએ આ અંગેની જાણ સગીરાની માતાને કરતા તેઓએ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાદરવા પોલીસે ફરિયાદના આધારે હવસખોર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments