- વોર્ડ 19ના ભાજપના કાઉન્સિલરે કહ્યું, આ શબ્દ કોઇએ નહી વાપરવાનો કે, તમારાથી થાય તે કરી લો... અહિંયા એક વ્યક્તિ નહીં આવી શકે આ આખે આખું સડવા દઈશ એવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા
વડોદરામાં વિનાશક પૂરની સ્થિતિ બાદ ઠેર-ઠેર લોકોના રોષનો ભોગ બનેલાં કાઉન્સિલર હવે પ્રજાના પડખે જોવા મળી રહ્યાં છે. વૉર્ડ નંબર-19ના ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ આક્રમક બન્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થાનિકોની સમસ્યા અંગે અવારનવાર રજૂઆત છતાં બાજુમાં બનતી કન્સ્ટ્રક્શન સાઇટના મટીરીયલના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડતાં કોઈ ન સંભાળતા અને બિલ્ડરોએ લોકોને ધમકી આપતાં કાઉન્સિલર મેદાને આવ્યા હતા.
આ બાબતે કાઉન્સિલર ઘનશ્યામ પટેલ ખખડાવતા કહે છે કે, આ શબ્દ કોઇએ પણ નહી વાપરવાનો કે, તમારાથી થાય તે કરી લો. આ ફરી ના થવું જોઇએ. તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો. ફરી વખત આ શબ્દ પ્રયોગ ના થાય. આ બાબતે કન્સ્ટ્રક્શન કરનારા બિલ્ડરને બોલાવી સમજાવવામાં આવ્યા છે. ત્યારે હવે સ્થાનિકોના બદલે કાઉન્સિલરે મેદાને આવવું પડે છે.
આ સમગ્ર મામલો શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે નિર્માણાધીન સાઇટનો સામાન રસ્તા પર મુકતા સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોની ટકોરને અવગણીને બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હતી. આખરે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરને બોલાવાતા તેઓ આવી પહોંચ્યા હતા. આ ઘટના દરમિયાન વાતચીતનો એક વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં બિલ્ડરને ચીમકી આપતાં કાઉન્સિલર કહે છે કે, આ શબ્દ કોઇએ પણ નહી વાપરવાનો કે, તમારાથી થાય તે કરી લો. આ ફરી ના થવું જોઇએ. તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો. ફરી વખત આ શબ્દ પ્રયોગ ના થાય. હું જે કરી શકીશ, તે કોઇને રહેવા નહી આવવા દઉં. અહિંયા એક વ્યક્તિ નહીં આવી શકે. આ આખે આખું સડવા દઈશ એવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા. હું કાઉન્સિલર છું ઘનશ્યામ પટેલ.
આ અંગે ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, એરફોર્સ મકરપુરા પાછળ આત્મીય કાઉન્ટીના રહીશોએ સમસ્યા જણાવી હતી. તેમની બાજુમાં ચાલતી સાઇટની કામગીરી કરતા, તેમનું મટીરિયલ રોડ પર આવ્યું હતું. અઠવાડિયામાં રેતી રસ્તા પર આવતી હોવાથી સ્લીપ ખાઇને પડી જાય એવી સમસ્યાઓ હતી. આ વીડિયો ગઈકાલ સાંજનો છે. અહીંયાં બે સાઇટો ચાલે છે. આ લોકો 80 ટકા રસ્તા પર પોતાનું મટીરીયલ નાખી દે છે. જેનાં કારણે લોકોને મુશ્કેલીઓ પડે છે.