વડોદરાની હોટલમાં ગોંધી રાખી 16 વર્ષના બાળકનું શોષણ કરતા શખસ સામે હરણી પોલીસમાં ફરિયાદ

ભેરુનાથ રાજસ્થાની હોટલમાં બાળ મજૂરી કરાવતા હોવાની AHTU ટીમને બાતમી મળી હતી

MailVadodara.com - Harani-police-file-a-complaint-against-a-man-who-exploited-a-16-year-old-boy-in-a-hotel-in-Vadodara

વડોદરાના હરણીમાં ભેરુનાથ રાજસ્થાની નામની હોટલમાં ગોંધી રાખી બાળ મજૂરી કરતા બાળકને AHTU ટીમે મુક્ત કરાવી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે. 

AHTU હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન AHTU ટીમને બાતમી મળી હતી કે, ભેરુનાથ રાજસ્થાની હોટલ, ક્રિષ્ના લીલા માર્કેટ, ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલ વાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે. જેના આધારે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક 16 વર્ષનો સગીર છોકરો મળી આવ્યો હતો. તે તરુણ શ્રમયોગીને પુછપરછ કરતા જણાવ્યું કે, તે પોતે આ હોટલમાં છેલ્લા એક મહીનાથી કામ કરતો હતો અને માસિક રૂપિયા 9,500 પગાર નક્કી કર્યા હતો. આ કાર્યવાહીમાં હોટલ માલિક સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કરતો હોવાથી સતિષ નગંજી પ્રજાપતિ (હાલ રહે- ભેરુનાથ રાજસ્થાની હોટલ, ક્રિષ્ના લીલા માર્કેટ, ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી, વડોદરા શહેર હોટલમાં, મૂળ રહે-ગામ બેમાલી કુમારી ખેડા, તા-કરેડા, જી-ભીલવાડા, રાજસ્થાન) સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments