હરણી-દરજીપુરા વિસ્તારમાં બે દિવસ પાણીની તંગી સર્જાશે, અંદાજે બે લાખ લોકોને અસર થશે

વડોદરા કોર્પોરેશનની સ્થાનિક રહીશોને પાણીનો સંગ્રહ કરી લેવા સલાહ

MailVadodara.com - Harani-Darjipura-area-will-experience-water-shortage-for-two-days-affecting-approximately-two-lakh-people

- નોર્થ હરણી ટાંકી ખાતે ફ્લો મીટર અને પંપ સેટ બેસાડવાની કામગીરી તથા દરજીપુરા માટેના પાણીની લાઈન જોડાણની કામગીરી કરાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોર્થ હરણી ટાંકી ખાતે ફ્લો મીટર અને પંપ સેટ બેસાડવાની કામગીરી તથા દરજીપુરા માટેના પાણીની લાઈન જોડાણની કામગીરી તારીખ છઠ્ઠીના રોજ કરવામાં આવશે. જેને કારણે શહેરના હરણી-દરજીપુરા વિસ્તારમાં પીવાના પાણીની બે દિવસ માટે તંગી સર્જાશે જેથી અંદાજે બે લાખ લોકોને અસર પહોંચશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દરેક પાણીની ટાંકી ખાતે પાણીની આવક અને જાવકની માહિતી મેળવી શકાય તેને ધ્યાનમાં રાખી ફલો મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન હસ્તકની 10 પાણીની ટાંકી ખાતે ફ્લો મીટર લાગી ગયા છે ત્યારે આગામી દિવસમાં તારીખ છઠ્ઠી ના રોજ હરણી ટાંકી ખાતે ફ્લો મીટર અને પંપસેટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેને કારણે તારીખ છઠ્ઠી ના રોજ સવારના પાણીના વિતરણ બાદ આ કામગીરી શરૂ થશે. જેથી નોર્થ હરણી ટાંકી ખાતેથી રાજેશ્વર ગોલ્ડ તથા સિદ્ધાર્થ બંગલો તરફના વિસ્તારની સોસાયટીઓને સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તથા તારીખ સાતમીના રોજ દરજીપુરા માટેના પાણીની લાઈનના જોડાણની કામગીરી કરવામાં આવનાર છે. જેથી દરજીપુરા બુસ્ટર ખાતેથી જે પીવાનું પાણી વિતરણ થાય છે તે વિતરણ કરવામાં આવશે નહીં. નોર્થ હરણી ટાંકી ખાતેથી હરણી ગામ તથા ટાંકીની આસપાસના વિસ્તારનું સવારનું પાણી વિતરણ કામગીરી પૂર્ણ થયા બાદ હળવા દબાણથી કરવામાં આવશે જેથી સ્થાનિક રહીશોએ પાણીનો સંગ્રહ કરી લેવા કોર્પોરેશને સલાહ આપી છે.

Share :

Leave a Comments