વડોદરાની કમળાબેન બધીર વિદ્યાલયના દિવ્યાંગ બાળકોએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવ્યો

વડોદરા લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 7 મેએ યોજાશે

MailVadodara.com - Handicapped-children-of-Vadodaras-Kamlaben-Sabir-Vidyalaya-spread-a-unique-message-of-voting-awareness-through-Rangoli


વડોદરા લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તારીખ 7 મે,2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વિપ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે SVEEP અંતર્ગત શહેરની કમળાબેન બધીર વિદ્યાલય, કારેલીબાગ ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ લોકોની ભાગીદારી વધે અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધીર વિદ્યાલય ખાતે રંગોળીના માધ્યમથી જાગૃતિનો સંદેશો ફેલાવી મતદાન માટે અપીલ કરી હતી. જેમાં 25 જેટલા દિવ્યાંગ બાળકો અને શિક્ષકોએ 10x8, 5x4 અને 44ની બે બે રંગોળી દોરી અવસર લોકશાહીનો, મારા ભારતનો, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો,ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.


બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદમંત્રી ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા પ્રતિ વર્ષની જેમ આંબેડકર પ્રતિમા, રેસકોર્સ, વડોદરા ખાતે પ્રતિમાના દર્શન અર્થે આવતા સૌ નાગરિકો માટે ઠંડી મસાલા છાશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત નાગરિકો માટે બેસવા માટે મંડપ, ખુરશી, પંખા, ભીમ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સૌ નાગરિકોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છેલ્લા 20 વર્ષથી આંબેડકર જયંતિએ આંબેડકર પ્રતિમા ખાતે સૌ નાગરિકો માટે આ મુજબનું આયોજન કરવામાં આવે છે.



Share :

Leave a Comments