- ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવીને મનગમતી 5 કંપનીમાં એપ્લાય કરી શકશે
- પીએમ ઈન્ટર્નશીપ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દેશની ટોપ 500 કંપનીમાં કામ કરવાની અને શિખવાની તક મળશે, સાથે 12 માસ સુધી માસિક ભથ્થુ 5000 મળશે
ભારત સરકાર દ્વારા તા.3 ઓક્ટોબર 2024ના રોજ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની પીએમ ઇન્ટર્નશીપ યોજના (PMIS) લોન્ચ કરી છે. જેમાં ભારતની ટોચની 500 કંપની જેમાં ગુજરાતની 112 કંપનીઓમાં 12,246 જેટલી વેકન્સી નોટીફાઈડ થઇ છે. વડોદરાની 38 જેટલી કંપનીઓમાં 1,513 જેટલી પીએમ ઈન્ટર્નશીપ વેકન્સીનો સમાવેશ થાય છે. ઉકત પીએમ ઈન્ટર્નશીપમાં અંતિમ વર્ષની ફાયનલ પરીક્ષા પાસ કર્યા પછી 12 મહિના માટે ઇન્ટર્નશીપ કરવા માટે તક આપવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે https//pminternship .mca.gov.in/login/ પર ક્લિક કરીને ઉમેદવારો ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. પસંદગીના જિલ્લામાં પસંદગીના સેકટરની વધુમાં વધુ 5 જેટલી કંપની જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે.
- આ યોજનામાં જોડાવા માટે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની www.pminternship.mca.gov.in જઈને ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી પ્રોફાઈલ બનાવીને વિવિધ જગ્યાઓ પર એપ્લાય કરી શકશે.
- આ યોજના માત્ર ધો. 10 પાસ, ધો. 12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ થયેલા અને 21થી 24 વર્ષના ઉમેદવાર (સ્ત્રી-પુરુષ) જોડાઈ શકશે. જે ઉમેદવાર બેરોજગાર છે અથવા ઘરે બેઠા અભ્યાસ કરે છે (ફુલ ટાઈમ કોર્ષ કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ) તેઓ અપ્લાય કરી શકે છે, જેની સરકાર માન્ય એપ્રેન્ટીસશીપ કે ઈન્ટર્નશીપ કરવાની બાકી છે તેઓ જ યોજનાનો લાભ લઈ શકશે.
- જેમના કુટુંબની 2023-24 વાર્ષિક આવક 8 લાખથી ઓછી છે અને કુટુંબમાં સરકારી નોકરી નથી તે પણ જોડાઈ શકશે.
- અરજી કરનારનો મોબાઈલ નંબર અને બેંક ખાતાનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
- અરજી કરનારે તેમની લાયકાત માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
પીએમ ઈન્ટર્નશીપ તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને દેશની ટોપ 500 કંપનીમા કામ કરવાની અને શિખવાની તક મળશે. સાથે દર મહિને 12 માસ સુધી માસિક ભથ્થુ રૂપિયા 5000 મળશે. તેમજ સરકાર તરફથી એક વખત અનુદાન રૂપિયા 6000 મળશે. તેમજ કંપની દ્વારા 12 માસની તાલીમ ફ્રીમાં આપવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન વિમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમાનો લાભ આપવામાં આવશે.
ભારતની ટોચની કંપનીમાં જોડાવા માંગતા ઉમેદવારોને તા. 10/11/2024 સુધીમાં www.pminternship.mca.gov.in પોર્ટલ પર ફ્રીમાં ઓનલાઈન પ્રોફાઈલ રજિસ્ટ્રેશન કરાવીને મનગમતી 5 કંપનીમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે. આ અરજી કરવામાં મુશ્કેલી જણાય તો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની સાઈટ પરથી યુ-ટયુબ વીડિયો જોવા તેમજ મદદનીશ નિયામક રોજગારની કચેરી, તરસાલી તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન બ્યુરો, એમ.એસ.યુ કેમ્પસ વડોદરા તેમજ નજીકની આઈટીઆઈનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.