એપ્રિલ મહિનામાં શનિ-રવિ સહિત 13 દિવસ સરકારી,સહકારી અને ખાનગી બેંકો બંધ રહેશે

નવા નાણાકીય વર્ષની એપ્રિલની પહેલી તારીખે જ ગ્રાહકો માટે બેંકો બંધ રહેશે

MailVadodara.com - Government-cooperative-and-private-banks-will-be-closed-for-13-days-including-Saturday-and-Sunday-in-the-month-of-April

- આવતીકાલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે તેમજ મહાવીર જયંતિ, ગુડ ફ્રાઇડે, આંબેડકર જયંતિ જેવા વિવિધ તહેવારો અને જયંતિના કારણે બેંકમાં રજા રહેશે

નવા નાણાંકીય વર્ષ 2023-24માં એપ્રિલ મહિનામાં પ્રથમ દિવસે જ સરકારી ખાનગી અને સહકારી બેંકો ગ્રાહકોના કામકાજ માટે બંધ રહેશે. આ સાથે એપ્રિલ મહિનામાં શનિવાર અને રવિવાર સહિત કેટલાક તહેવારો અને વર્ષ ગાંઠો આવતા હોવાથી કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં કેટલાક તહેવારો આવે છે અને શનિ-રવિની રજાઓ આવતી હોવાથી બેન્કો આ દિવસોએ બંધ રહેશે. એપ્રિલ મહિનો આવતીકાલથી શરૂ થશે અને આ સાથે જ નવું નાણાકીય વર્ષ પણ શરૂ થશે. નાણાંકીય દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો ગણાય છે. જો બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો આ મહિનામાં બેંકની રજાઓ બાબતે યોગ્ય વ્યવસ્થા બાદ બેંકનું કાર્ય હાથ પર લેવું જોઈએ.


રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ શનિવાર-રવિવારની રજાઓ સહિત વિવિધ કુલ 13 દિવસની રજાઓ નિમિત્તે ગુજરાતમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત આ મહિનામાં અન્ય તહેવારો પણ આવતા હોય છે. બેંકની યાદી મુજબ ચાલુ મહિનામાં જારી કરાયેલી રજાઓની યાદી મુજબ અનેક તહેવારો અને વર્ષ ગાંઠો પણ આવશે આ સ્થિતિમાં આના કારણે સહકારી ખાનગી અને સરકારી બેંકો અવારનવાર મળી કુલ 13 દિવસની રજાઓ પાલશે. નવા નાણાકીય વર્ષની એપ્રિલની પહેલી તારીખે ગ્રાહકો માટે બેંકો બંધ રહેશે.

આ ઉપરાંત મહાવીર જયંતિ, ગુડ ફ્રાઇડે, આંબેડકર જયંતિ જેવા વિવિધ તહેવારો અને જયંતિના કારણે બેંકમાં રજા રહેશે. મહત્વના કામ અંગે રજાનું લિસ્ટ ચેક કરીને જરૂર જણાય તો જ બેંકના કામ અંગે નીકળવું અન્યથા બેંકથી પરત જવાની ઝંઝટથી આ તૈયારીઓ બચાવશે. 

તા.1 એપ્રિલે નવા નાણાંકીય વર્ષ નિમિત્તે બેંકો ગ્રાહકોના કામકાજ માટે બંધ રહેશે. જ્યારે તા.2જી એપ્રિલે રવિવારે રજા, તા.4થી એપ્રિલે મહાવીર જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે. તા.7મી એપ્રિલે ગુડ ફ્રાઇડેની રજા રહેશે. તા.8મી એપ્રિલે બીજો શનિવાર, તા.9 એપ્રિલ રવિવાર, તા.14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર જયંતિ, તા.16 એપ્રિલ રવિવારની રજા, તા.21 એપ્રિલ ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે રજા, તા.22 એપ્રિલ ચોથા શનિવારની રજા, તા.23, એપ્રિલ રવિવારની રજા રહેશે. જ્યારે તા.30 એપ્રિલે રવિવારની રજા રહેશે.

Share :

Leave a Comments