- કામગીરી પૂરી થાય ત્યાં સુધી અન્ય વૈકલ્પિક રસ્તાઓનો વપરાશ કરવા સૂચન
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા પંચવટી કેનાલ ત્રણ રસ્તાથી ઉંડેરા તળાવથી પાલિકાની હદ પૂરી થતાં સુધીના રસ્તે ડાબી બાજુના એક તરફ ડ્રેનેજની કામગીરીના કારણે કામગીરી પૂરી થાય ત્યાં સુધી સ્થળ સ્થિતિની આવશ્યકતા મુજબ વાહન વ્યવહાર માટે આગામી તા. એક જાન્યુઆરીથી બંધ રાખવામાં આવશે. જેના વિકલ્પરૂપે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવા તંત્ર દ્વારા જણાવ્યું છે. ઉપરાંત બાજુથી કરોળિયા ગામને જોડતા રસ્તાનો કામગીરી પૂરતો ભાગ કાર્ય પૂરું થાય ત્યાં સુધી કામની સ્થળ સ્થિતિને આવશ્યકતા પ્રમાણે તબક્કા વાર તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે પણ તા. એક જાન્યુઆરીથી રસ્તો બંધ રખાશે જેના વિકલ્પે કામગીરી વાળા કેરેજ વેનો કામગીરી સિવાયના ભાગનો અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતી પૂર્વક વપરાશ કરવા પણ જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોરવા, કરોળિયા અને ઉંડેરા ખાતે નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવનાર એવી મશીનરીઝ મજૂરો કારીગરોની હેરફેર તથા કામના મટીરીયલ્સ રાખવાની જગ્યાના કારણે ઉપર મુજબના રસ્તા બંધ કરી અથવા તો ડાઈવરઝન આપવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું છે.