- મહિલા કેદીએ રજા પૂર્ણ થયા બાદ 30 જુને ફરી જેલમાં હાજર થવાનું હતું
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 14 દિવસની પરલો રજા પર ગયેલી મહિલા કેદી પરત જેલમાં હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગઈ હતી. જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગોધરાના જહરપુરા ગામે રહેતી મહિલા સંગીતા કાળુ બારીયા 7 વર્ષની સાદી કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. જેથી મહિલા વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહી હતી. દરમિયાન મહિલાએ 14 દિવસની રજા માટેની અરજી કરી હતી. જે મંજુર થતા મહિલા કેદીને 15 જૂન 2024 ના રોજ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાઈ હતી. આ મહિલા કેદીએ રજા પૂર્ણ થયા બાદ 30 જુનના રોજ ફરી જેલમાં હાજર થવાનું હતું. પરંતુ મહિલા કેદી જેલમાં હાજર થયા વિના બારોબાર ફરાર થઈ ગઈ હતી. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા કેદી સંગીતા બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.