પ્રતાપનગર વિસ્તારમાં છઠ્ઠા માળેથી પડી જતાં ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત

મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Girl-injured-after-falling-from-sixth-floor-in-Pratapnagar-area-dies-during-treatment

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પોલીસ લાઇનમાં રહેતી 20 વર્ષીય યુવતીનું બુધવારે બપોરે છઠ્ઠા માળેથી નીચે પટકાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રતાપનગર પોલીસ લાઇનમાં બી -34/601મા રહેતી પિનલબેન વિક્રમસિંહ પરમાર નામની આશરે 20 વર્ષીય યુવતીનું બુધવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ છઠ્ઠા માળેથી નીચે પટકાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવતી પિનલના પિતા એસ.ઓ.જી. વિભાગમાં એ એસ આઇ તરીકે ફરજ બજાવે છે યુવતીએ હાલમાં જ બી.કોમ. કંપ્લિટ કર્યું હતું અને બુધવારે તે સાફસફાઇ કરતી હતી તે દરમિયાન છઠ્ઠા માળની ગેલેરીમાથી અચાનક નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થ ઇ હતી જેથી તેને નજીકના ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું.સમગ્ર મામલે કુદરતી મોત કે પછી આત્મહત્યા નું ચોક્કસ કારણ જાણવા માટે મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments