વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા યુવકના ખિસ્સામાંથી મોબાઇલ ચોરનાર ગઠિયો ઝડપાયો

યુવકે ચોર ચોરની બુમો પાડતા પોલીસે ગઠિયાને પકડી લીધો

MailVadodara.com - Gathio-who-stole-a-mobile-from-the-pocket-of-a-youth-while-boarding-a-train-at-Vadodara-railway-station-was-caught

વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર ટ્રેનમાં ચડતી વેળા મુસાફરોની ભીડનો લાભ લઇ યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ચોરનાર ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો.

વડોદરાના ગોરવા વિસ્તારના સંતોષ નગરમાં રહેતા કુંજગીરી જ્ઞાનગીરી ગૌસ્વામી ગુરુવારે તેમના વતન રાજસ્થાન જવા માટે વડોદરા રેલ્વે સ્ટેશન આવી વડોદરાથી ભરતપુર જવા માટે પ્લેટ ફોર્મ નં 4 ઉપર ટ્રેનની રાહ જોતા ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેન આવી ઉભી રહી હતી. જેથી તેઓ જનરલ કોચમા ચડતા હતા ત્યારે પેસેન્જરોની ભીડનો લાભ લઈને ગઠિયાએ કુંજગીરીના પેન્ટના ખીસામાં રાખેલ મોબાઇલ જે મારા ગજવામાંથી કાઢી લઈ ભાગતો હતો. આ દરમિયાન મેં ચોર ચોરની બુમો પાડતા સાદા કપડામાં ઊભેલા પોલીસ માણસો તેમજ આર.પી.એફના પોલીસના માણસોએ તેને પકડી લીધો હતો. તેના તલાસી લેતા ખિસ્સામાં મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસ તેનું નામ પુછતા આતિફ અયુબ (રહે. સુરત) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલિસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાધ ધરી છે.

Share :

Leave a Comments