- 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બે શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું, પોલીસને સ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં-ઝાંઝર મળ્યાં
- આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની 5 જેટલી ટીમો કામે લાગી
વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતાં સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળ્યાં છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવી બનેલી TP ઉપર ગત મોડીરાત્રે મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર અજાણ્યા ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાસ્થળેથી આ બિલ્ડિંગો પણ 500થી 700 મીટર દૂર આવેલી છે. આ ટીપી રોડ ઉપરથી દિવસે પણ વાહન વ્યવહારની અવર જવર નથી. તેવા સુમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર રાત્રે 11.30 વાગ્યાના સુમારે બેસવા માટે ગયા હતા અને રાત્રે 12 થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની 5 જેટલી ટીમો કામે લાગી છે. પોલીસ દ્વારા ભાયલીથી ઘટનાસ્થળ સુધી અને ઘટનાસ્થળથી બીલ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, પોલીસને હજુ સુધી આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી.
વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટીની આસપાસ વાત કરવા ગયા હતા. ત્યાં 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા, જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રએ કર્યો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા. બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બે શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું, પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતા પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીડિતા અને તેનો મિત્ર આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી. પણ તેમની વાતની રીલી કેવી હતી, શરીરનો બાંધો કેવો હતો એ અમને જણાવ્યું છે. ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતા ઘરેથી 10:30 કે 10:45 વાગ્યાના અરસામાં નીકળી હતી. તેના મિત્રને 11 વાગ્યે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી. ત્યાંથી મિત્રની સ્કૂટી પર બન્ને ભેગા થઈને સનસિટી વિસ્તાર છે ત્યાં 11:45 વાગ્યાના અરસામાં પહોંચ્યો હતો. પીડિતા પરપ્રાંતીય છે. તેનો મિત્રનો કોઈ આઈડિયા નથી. લગભગ એ અહીંનો જ છે. આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા, પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે. પાંચ આરોપીમાં બે સગીર હતા અને તે બન્ને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા. પીડિતા અને તેનો મિત્ર અવાવરુ જગ્યાએ ડિવાઈડર પર બેઠા હતા. બન્ને વાતો કરતાં હતાં ત્યારે આ પાંચ શખસો આવ્યા હતા.
પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ-11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી સહિતની કુલ 5 ટીમ કામે લાગી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે,એમ જિલ્લા પોલીસવડા રોહન આનંદ ઉમેર્યું હતું.
રોહન આનંદે વધુમાં જણાવ્યું હતું કે, તહેવારનો સમય ચાલી રહ્યો છે. ખૂણે ખૂણે પોલીસ નહીં પહોંચી શકે, ઘટનાસ્થળ છે તે દિવસે પણ અવાવરૂ વિસ્તાર છે. બાજુબાજુમાં બે સોસાયટી છે. ત્યાં લોકોની બહુ મુવમેન્ટ થતી નથી. ઘટનાસ્થળેથી પીડિતાએ પહેરેલા એક-બે દાગીના મળ્યા છે અને આરોપીઓના અમુક ગેઝેટ્સ મળ્યા છે. આરોપીઓને શોધવા માટે આખી ટીમ લાગેલી છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ થવાનું બાકી છે. પીડિતાને અમારા મહિબા સ્ટાફે ઘણી કાઉન્સેલિંગ કરી હતી. અંદાજે દોઢ-બે કલાક વાતચીત પછી ફરિયાદ દાખલ કરી છે. પીડિતા અને તેના મિત્ર પારાથી મળતી વાત મુજબ આરોપી મુખ્ત વચનો છે અને અંદાજે 30થી 35 વર્ષનો હોય શકે છે. આ ઘટના પણી ગંભીર છે. એટલે ઘણી બધી વસ્તુ હું નહી કહી શકું. કારણ કે, આરોપીઓ હજુ ફરાર છે.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, સગીર પીડિતા ઘરમાં મિત્રને મળવા માટે જવાનું જણાવી નિકળી હતી. ગરબા રમવા માટે ગઈ નહોતી. તે રેગ્યુલર ડ્રેસ પહેરીને નિકળી હતી. સ્થળ પાસેથી બનાવના પુરાવારૂપ કામ લાગે તેવી ચીજવસ્તુઓ મળી છે.