વડોદરા નજીક આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એકનું મોત, ૩૦ જેટલા લોકો ઘાયલ

બાબરી પ્રસંગમાં જતાં હતા ત્યારે સાકરદા અને મોકસી ગામની વચ્ચે અકસ્માત સર્જાયો

MailVadodara.com - Gamkhwar-accident-between-icer-and-truck-near-Vadodara-One-dead-around-30-injured

- ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ, તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હાસ્પિટલમાં ખસેડવામાં આવ્યા


વડોદરા નજીક સાંકરદા ગામ અને મોકસી રોડ ઉપર આજે સવારે છોકરાની બાબરીમાં જતાં પરિજનોથી ભરેલી આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1નું મોત નીપજ્યું છે. જ્યારે આઇસરમાં સવાર અન્ય  25થી 30 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે.


અકસ્માત મળેલી માહિતી પ્રમાણે, છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલાં કુટુંબીજનો આઇસરમાં જઈ રહ્યા હતા. દરમિયાન સાંકરદા અને મોકસી ગામની વચ્ચે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 25 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તો અને તુરંત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આજે સવારે બનેલા અકસ્માતના બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. બાબરીના પ્રસંગે જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. અકસ્માત સ્થળે રોડ ઉપર ઇજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને તુરત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ ભાદરવા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ભોગ બનનારના પરિજન અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, છોકરાની બાબરીનો પ્રસંગ હોવાથી અમે બધા અડાસથી નટવરનગર જઈ રહ્યાં હતા. ત્યારે ભાદરવાની પેલી બાજુ પહોંચતા અમારી આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અમારા 35થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

Share :

Leave a Comments