વડોદરામાં ખંડેરાવ માર્કેટ સ્થિત રોડની બંને બાજુના ફ્રૂટ્સના પથારા, લારીના હંગામી દબાણો દૂર કરાયાં

શહેર ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી કરાઇ

MailVadodara.com - Fruit-beds-on-both-sides-of-road-located-at-Khanderao-Market-in-Vadodara-temporary-pressure-of-lorry-removed


વડોદરા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ 13ના વિસ્તારમાં ફુટપાથ ઉપર ફ્રુટ વાળા સહિત નાળિયેર વાળા તથા અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રુટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ-સામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી વડોદરા શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. 


ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહારથી ધમધમતા અને ટ્રાફિકની ચલપહલવાળા તથા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વહેલી સવારથી જ વાહનોની ચહલપહલ અને ટ્રાફિકની અવરજવર ખૂબ જ વધી જાય છે. પરિણામે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી વાહન લઈને પસાર થવું તથા ચાલતા જવું માથાના દુખાવારૂપ છે. સ્થાનિક ગેરકાયદે દબાણ કરનારા ફ્રુટના લારી ગલ્લા પથારાવાળા પોલીસને પણ ગાંઠતા નથી. જેથી ટ્રાફિક પોલીસ અને નવાપુરા પોલીસના કાફલો આજે સવારે આ વિસ્તારમાં ત્રાટકયો હતો. વિસ્તારમાં ફુટપાથ પરથી ફ્રુટવાળા સહિત નાળિયેરવાળા તથા અન્ય ફ્રુટના લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓને ખદેડી દેવાયા હતા. 


રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રુટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ પર દબાણ કરતા હોવાથી ફૂટપાથ પણ ક્યાંય દેખાતો નથી. જેથી શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.   પોલીસ દ્વારા થતી કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

Share :

Leave a Comments