ફોર વ્હીલર ચોરી મકાનોમાં હાથફેરો કરનાર રીઢો ચોર પકડાયો

ગોરવા, અકોટા અને વારસિયા વિસ્તારમાં 3 મકાનો, કાર સહિત બે વાહનો મળી કુલ 5 સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત

MailVadodara.com - Four-wheeler-theft-habitual-thief-caught

વડોદરા શહેર પોલીસે આજવા રોડ વિસ્તારમાંથી એક રીઢા ચોરને ઝડપી પાડતા ચોરીના પાંચ બનાવોનો ભેદ ઉકેલાયો છે.

આજવા રોડના સરદાર એસ્ટેટ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રણજીત સિંઘ ઉર્ફે જીતસિંગ જરનૈલ સિંગ જૂણી (સીકલીગર) (રામનગર, સરદાર એસ્ટેટ પાસે, આજવા રોડ) ને ઝડપી પાડી પૂછપરછ કરતા જુદા-જુદા વિસ્તારમાં કરેલી ચોરીના બનાવોની વિગતો બહાર આવી હતી. પકડાયેલા ચોરે ગોરવા, અકોટા અને વારસિયા વિસ્તારમાં ત્રણ મકાનો અને કાર સહિત બે વાહનો મળી કુલ પાંચ સ્થળોએ ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુદા-જુદા પોલીસ સ્ટેશનનોને આરોપી વિશે માહિતી આપી છે.

Share :

Leave a Comments