- પોલીસે રોકડ 52,140, દાવ પરના રોકડા 1350, પાંચ નંગ મોબાઈલ ફોન તથા એક બાઈક વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરના સમા-સાવલી રોડ સ્થિત દ્વારકાધીશ એપાર્ટમેન્ટના ધાબે જુગાર રમતા કેબલ ઓપરેટર સહિત ચાર જુગારીઓને પીસીબી પોલીસની ટિમે ઝડપી પાડી 1.45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.
વડોદરા પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સમા સાવલી રોડ ઉપર આવેલ દ્વારકાધીશ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગિરીશ છીતુભાઈ પરમાર (રહે- શ્રીપથ ડુપ્લેક્સ, સમાસાવલી રોડ), જીગ્નેશ ઉર્ફે જય પ્રતાપભાઈ નમશા (રહે-હરીજન વાસ, હાથીખાના ટેકરા), મિતેશ છત્રસિંહ ઠાકોર (રહે -ઠાકોર ફળિયુ, દુમાડ ગામ) અને હસમુખ બાબુભાઈ પરમાર (રહે-અજીતાનગર, સમા સાવલી રોડ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગજડતીના રોકડ રૂ. 52,140, જમીન દાવ ઉપરના રોકડા રૂ. 1350, પાંચ નંગ મોબાઈલ ફોન તથા એક બાઈક સહિત કુલ રૂ. 1,45,490 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એપાર્ટમેન્ટમાં ગિરીશ દુકાન ભાડે રાખી કેબલ ઓપરેટિંગનું તથા રિચાર્જનું કામ કરે છે. અને આગામી શ્રાવણ માસ આવતો હોય જેથી મિત્રો ભેગા થતા તીન પત્તીનો જુગાર રમવા માટે બેસ્યા હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.