ખટબાની સીમમાંથી ચોખાની બોરીઓની આડમાં લવાયેલો રૂા.1.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા જીલ્લા એલસીબી દરોડો પાડતા કન્ટેનરનો ડ્રાઇવર અને ક્લીનર નાસી છૂટયા

MailVadodara.com - Foreign-liquor-worth-Rs-1-20-lakh-smuggled-under-the-guise-of-rice-sacks-seized-from-Khatba-seam

- પોલીસે 23 લાખથી વધુ કિમતના ચોખાના કટ્ટા, 10 લાખનું કન્ટેનર ટ્રક તેમજ 1.20 લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


ચોખાની બોરીઓની આડમાં લાવવામાં આવેલા શરાબના જથ્થાને જીલ્લા LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. જ્યારે 1.20 લાખની કિંમતના શરાબના જથ્થા તેમજ રૂપિયા 23 લાખની કિંમતના ચોખાના અને કેન્ટેનર મળીને 35 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જીલ્લા LCB પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે, વડોદરા શહેર નજીક ખટંબા ગામની સીમમાં વિરાટ એસ્ટેટ પાસેના ટી.પી. રસ્તાની અંદરના ભાગે એક કન્ટેનર ઉભું છે. જ્યાં શરાબનું કટિંગ ચાલી રહ્યું છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પડતા સ્થળ પર કન્ટેનર મળી આવ્યું હતું. પોલીસને જોઈને કન્ટેનરનો ડ્રાઇવર અને ક્લીનર નાસી છૂટયા હતા. 


હરિયાણા પારસિંગના કન્ટેનરમાં ચોખાની કટ્ટાની આડમાં વિદેશી શરાબનો 720 નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 1.20 લાખ આંકવામાં આવી હતી. જ્યારે કન્ટેનરમાં ચોખાના 924 કટ્ટા પણ મળી આવ્યા હતા. પોલીસે 23,87,100ની કિંમતના ચોખાના કટ્ટા, 10 લાખની કિંમતની કન્ટેનર ટ્રક તેમજ 1.20 લાખની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે કન્ટેનર ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરાયા હતા.


આશરે સવા લાખની કિંમતના શરાબના જથ્થાને લાવવા માટે બુટલેગરોએ રૂપિયા 23 લાખની કિંમતના ચોખાના કટ્ટાનો સહારો લીધો હતો. જ્યારે વરણામાં પોલીસ મથકે LCBએ મુદ્દામાલ જમા કરાવ્યો ત્યારે પોલીસ મથક પરિસર ચોખાના કટ્ટાના ઢગલાંથી ભરાઈ ગયું હતું.

Share :

Leave a Comments