વડોદરામાં બ્રાન્ડેડ કપનીના નામે ડુપ્લીકેટ ચીજોનું વેચાણ કરતા પાંચ વેપારીઓની અટકાયત

મંગળબજાર વિસ્તારમાં શ્રીરામ કોમ્પ્લેક્સ અને બીબલા કોમ્પલેક્ષની 5 દુકાનોમાં દરોડા

MailVadodara.com - Five-traders-arrested-in-Vadodara-for-selling-duplicate-products-in-the-name-of-branded-company

- પોલીસે પાંચેય દુકાનોમાં દરોડા પાડી રૂપિયા 78,884ની કિંમતનું મટીરીયલ કબ્જે કરી વેપારીઓની કોપીરાઇટ્સના ગુનામાં અટકાયત કરી

શહેરના મંગળબજાર વિસ્તારમાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ટોપી, ફેસ માસ્ક, ટીશર્ટ, ટ્રેક, હાફ પેન્ટ સહિતના મટીરીયલનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતીના આધારે ખાનગી કંપનીએ પોલીસને સાથે રાખી શ્રીરામ કોમ્પ્લેક્સ અને બીબલા કોમ્પલેક્ષની પાંચ દુકાનોમાં દરોડા પાડી ડુપ્લીકેટ મટીરીયલના જથ્થા સાથે પાંચ વેપારીઓને ઝડપી પાડ્યા છે.

બનાવ અંગેની વિગત એવી છે કે, હરિયાણા ખાતેની ખાનગી કંપની પુમા કંપનીના કોપીરાઈટ હકોના રક્ષણનું કામ કરે છે. આ દરમિયાન કંપનીને મંગળ બજાર વિસ્તારમાં આવેલ મુનશીના ખાંચામાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ કેપ તથા ફેસ માસ્કનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. 

કંપનીના અધિકારીઓએ ગ્રાહક બની ખરીદી કરતા હકીકત સપાટી પર આવી હતી. અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-4 ને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અને પુમા કંપનીના નામે ડુપ્લીકેટ મટીરીયલનું વેચાણ કરતા રાઝ હોજીયરી સંચાલક રાજ કનુભાઈ હેમનાની (રહે-જય મંગલ સોસાયટી, વાઘોડિયા રોડ), યુવા ગારમેન્ટ સંચાલક મહેશકુમાર ઉધવદાસ મતાણી (રહે-રવિ પાર્ક સોસાયટી, વારસિયા), મહાદેવ ટ્રેડર્સ સંચાલક રાજેશ ત્રિકમદાસ હિરાણી (રહે-ઓમકાર રેસીડેન્સી, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે) અને નિકિતા કેપ સંચાલક જુલીભાઈ પેસીમાલ સાધવાણી (રહે-વેનિસવિલા સોસાયટી, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે)ને ઝડપી પાડ્યા હતા. આમ, મંગળબજાર વિસ્તારમાં આવેલ બીબલા કોમ્પ્લેક્સની ચાર દુકાનો તથા શ્રીરામ કોમ્પ્લેક્સમાં આવેલ એક દુકાન સહિત કુલ પાંચ દુકાનોમાં દરોડા પાડી રૂપિયા 78,884ની કિંમતનું મટીરીયલ કબ્જે કરી વેપારીઓની કોપીરાઇટ્સના ગુનામાં અટકાયત કરી હતી.

Share :

Leave a Comments