વડોદરામાં જુદા જુદા વિસ્તારમાં બે મકાન અને એક ટેમ્પા સહિત 4 જગ્યા પર અગમ્ય કારણોસર આગ

લાશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો

MailVadodara.com - Fire-broke-out-due-to-unexplained-reasons-at-4-places-including-two-houses-and-one-tampa-in-different-areas-in-Vadodara

વડોદરા શહેરના જુદા જુદા ચાર વિસ્તારમાં બે મકાન અને એક ટેમ્પા સહિત ચાર જગ્યા પર અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પાન પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર ટાણે વડોદરા શહેરમાં ભારે ખુશી નો માહોલ છવાઈ ગયો હતો. લોકો દ્વારા આતશબાજી કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. પરંતુ આ રૂડા અવસરે વડોદરા શહેરના જુદા જુદા ચાર વિસ્તારમાં આવેલા મકાનો તથા ટેમ્પામાં આગ લાગવાના બનાવ બન્યા છે. 

પ્રથમ બનાવ  ગોરવા  મધુનગર વિસ્તારમાં આવેલી નીપા ટેનામેન્ટની બાજુમાં મકાનમાં  અગમ્ય કારણોસર આગ લાગી હતા. જ્યારે બીજા બનાવમાં નિઝામપુરા પેન્શનપુરા ગેલાની પેટ્રોલ પંપ પાસે ઝાડીમાં આગ લાગી હતી. ત્રીજા બનાવમાં વાઘોડિયા ચોકડીથી કપુરાઈ તરફ જતા હરિયાળી હોટલની આગળ એક ટેમ્પામાં આગ લાગી હતી. જ્યારે ચોથા બનાવમાં નાલંદા સોસાયટી બ્લોક નંબર 16 વાઘોડિયા રોડ ઉમા ઓપરેટિવ બેન્ક પાસે બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત આગ લાગ્યાના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

Share :

Leave a Comments