કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પાસે કેમિકલ ભરેલા આઇસર ટેમ્પોના કેબિનમાં આગ, ચાલકનો બચાવ

આઇસર ટેમ્પોનો કેબીનનો ભાગ આગમાં મળીને ખાસ થઈ ગયો

MailVadodara.com - Fire-breaks-out-in-cabin-of-chemical-laden-Iser-Tempo-near-Bharthana-toll-plaza-in-Karjan-driver-rescued

- ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો


વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પાસે આજે સવારે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ ટેમ્પોના કેબિનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


નેશનલ હાઇવે નંબર- 48 પર કરજણ પાસે આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પાસેથી આજે સવારે એક આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આઇસર ટેમ્પોના કેબિનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ટેમ્પો ચાલક સમયસર ટેમ્પોમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પોના કેબીન ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. આ ટેમ્પોમાં કેમિકલ ભરેલું હતું, જેથી ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Share :

Leave a Comments