વડોદરામાં શાળા-કોલેજ આસપાસ તમાકુ-સિગારેટ વેચતા 99 લારી-ગલ્લાંવાળા પાસેથી દંડ વસૂલાયો

પાલિકાએ દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ.16,200નો દંડ વસૂલ્યો

MailVadodara.com - Fines-collected-from-99-lorry-gallanwalas-selling-tobacco-cigarettes-around-schools-colleges-in-Vadodara

વડોદરાની એમ. એસ. યુનિવર્સીટીની આસપાસના વિસ્તાર સહિત હરણી રોડ, પોલીટેકનીકની આસપાસનો વિસ્તાર તેમજ માંજલપુર જેવા વિસ્તારોમાં શાળા-કોલેજની આસપાસ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરતા 99 જેટલા લારી-ગલ્લાંવાળા સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ.16,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.  

વડોદરા પાલિકાના ખોરાક શાખા દ્વારા 9 ફુડ બીઝનેસ ઓપરેટરોને લાયસન્સ-રજીસ્ટ્રેશન સ્થગીત કરવા ઇમ્પ્રુવમેન્ટ નોટીસો ફટકારાઈ હતી. આમ શહેરીજનોના આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અને રુલ્સ અને રેગ્યુલેશન અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવી હતી.

Share :

Leave a Comments