ખેડાના ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયરની 15 ટીમો કામે લાગી

પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જાેવા દેખાયાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

MailVadodara.com - Fierce-fire-early-morning-in-a-plastic-factory-near-Gobalj-in-Kheda-15-fire-teams-were-on-duty

- હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું


ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરી મચી હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં નડિયાદ , ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.


ભીષણ આગને જોતા હજુ પણ આગ પર કાબૂ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે એમ છે તેવું ફાયર વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા, ધોળકા, બારેજા, અસલાલી, અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આગ ઓલવવાના પ્રયાસમાં લાગી છે.


ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગી શકે છે. પ્લાસ્ટીકના રોલ બનાવતી ફેકટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડના ત્રણ વૉટર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. નડિયાદ, ખેડા, અસલાલી, અમદાવાદ, ધોળકા, બારેજા ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ આગની ઘટનામાં ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના રોલ અને રો મટીરીયલ હોવાના કારણે ભીષણ આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


અમદાવાદના ફાયર ઓફિસર અમીતભાઈએ જણાવ્યું હતું કે, અમને સોમવારે વહેલી સવારે 5 વાગ્યે કોલ મળ્યો હતો. આ કોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રીફર થયેલો હતો. હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી ટીમ તથા અન્ય ફાયર વિભાગની ટીમ આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ કરી રહી છે. લાખો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, આ લગભગ 17 હજાર સ્ક્વેર ફીટનો વેરહાઉસનો એરીયા છે અને આ આગ લાગેલી હોવાથી હજુ સંપૂર્ણ આગ પર કાબુ મેળવવા માટે વધુ દોઢ કલાક જેટલો સમય લાગશે.

Share :

Leave a Comments